દુઃખદ પ્રસંગ

થોડા દિવસો પહેલા ઘેર એક બહુજ દુઃખદ પ્રસંગ બન્યો છે. હજુ એનો શોક (shock) ગયો નથી અને જતા વાર પણ લાગશે.

પણ એ પ્રસંગે ઘણી બધી વસ્તુઓ શીખવી દીધી છે.

 • ઘણાં બધાં સગાંવહાલાં આવ્યાં હતાં, જે બસ હાજરી પુરાવવા જ આવ્યા હતાં.
 • ઘણાં સગાંવહાલાં આખો સમય પડખે ને પડખે જ રહ્યા.
 • સગાસંબંધીઓ કરતાં પહેલાં પાડોશી કામે આવ્યાં.
 • ઘણાં લોકો દુઃખ થયાની ખરાબ એક્ટિંગ કરી રહ્યાં હતાં.
 • ઘણાં સગાઓએ હમેંશાની જેમ કંઈ મદદ ના કરી, પણ મદદ કરવાની સારી એક્ટિંગ કરી.
 • ઘણાં લોકો ત્રીજા દિવસે જમવા આવી ગયા હતાં અને એમના મો પર લેશમાત્ર દુઃખ ના હતું.
 • ટીના એક પ્રચલિત યાદગાર વાક્ય બોલી – “આવો તો વેલકમ, નહી તો ભીડ કમ”. જે સમય પ્રમાણે યોગ્ય હતું.
 • માની નાં શકાય એવા લોકોએ ખૂબ પ્રેમ બતાવ્યો અને ખૂબ મદદ કરી.
 • જેમને હું “દેશી ગુજરાતી બૈરાં” સમજતો હતો, એવા લોકોએ ગજબ દુનિયાદારી બતાવી.
 • આવા પ્રસંગમાં અમને ખાવા-પીવાના સમયનું ભાન નહોતું અને પડોશીઓએ બરાબર સમય જાળવી સામર્થ્ય ના નાસ્તા, દૂધ પીવાના અને જમવાના સમયને બરાબર સાચવ્યો હતો.
 • ઘણાં લોકો એમનું કામ પડતું મૂકી અમને મદદ કરવા આવી ગયા હતાં.
 • મારા એક માસા રોજ વહેલી સવારે બધા માટે ચા, નાસ્તો લઈ આવતાં હતાં અને અમારું જમવાનું પણ સાચવી લેતા હતાં.
 • આટલાં દિવસો કોઈને કોઈ સગાં કે ઓળખીતાના ઘેરથી ૨ સમય જમવાનું આવી જતું હતું.
 • એક વસ્તુ શીખ્યો કે લોકોને મદદ કરશો કે પ્રેમ રાખશો તો જ કોઈ તમારી અંતિમ યાત્રામાં આવશે.
 • દૂર દૂર ગામથી લોકો આવ્યાં હતાં જેમને મળ્યે કદાચ ૫-૧૦ વર્ષ થઈ ગયાં હતાં.

ઠીક છે, કોઈ પ્રેમ કરે કે નફરત આપણે તો બધાને પ્રેમથી જ બોલાવીએ છીએ.

Game

શું તમને આ ગેમ રમતા આવડે છે કે આના નિયમ વિશે ખબર છે?

મોટાભાગે લોકો એ આમાં જેમ ફાવે તેમ બટન દબાઈ દબાઈ ને ગેમ રમી પણ કાઢી હશે.