કોકું અને ડેડી ની ઓફીસ

 કોણ જાણે શું છે પણ કોકુને એમ કહો કે ડેડીની ઓફીસ જવાનું છે તો ભાઈ અડધી રાત્રે તૈયાર. કપડા બદલવા પણ ના રહે.  ઘણા દિવસે હમણા એક દિવસ એને ઓફિસે આવવા મળ્યું. પણ એ જરા શરમાળ છે એટલે બધા બેઠા હોય તો અંદર આવતો ના હતો અને રીસેપ્સન પર જ બેસી રહ્યો. પછી હું એને થોડું સમજાવીને અંદર લઇ આવ્યો તો એ બેસી ગયો. ખૂણામાં શાંતિ થી બેસી ગયો અને યુ-ટ્યુબ પર કાર્ટુન જોવા લાગ્યો.
એમાં ચિરાગે એનું નામ પાડ્યું: eSiteWorld.com Youtube Video Developer
થોડી વાર બેઠો પણ એને મજા આવી ગયી. ઘેર જઈને મને પૂછ્યું ફરી ક્યારે તમારી ઓફીસ જઈશું 🙂
Advertisements