આવો બાળકો ને બચપણ આપીએ

એક સુંદર કવિતા (!) કોણે  છે ખબર નહિ પણ  આજ  કાલ ના બાળક ના જીવનને બખૂબી દર્શાવે છે

સે સોરી ! માય સન, સે સોરી !

છ છ કલાક સ્કૂલ
ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
તોય આ નોટ કોરી
સે સોરી ! માય સન, સે સોરી !

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ
વળી માથે તે ચોપડ્યું ઘી
યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની
કંઈ બાટલીઓ પેટમાં ભરી

કેમે કરી ન યાદ રહેતું તને લેશન
યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
સે સોરી ! માય સન, સે સોરી !

પંખી તો બચ્ચાંને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાંને આપે પિંજરું

મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબૂકમાં
બાળ લાવ્યું છે આખું આભ દોરી
સે સોરી ! માય સન, સે સોરી !

તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું
જાગવું હો ત્યારે સુવડાવું
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રિક્ષામાં ખીચોખીચ ઠાંસું

જેવો દફતરનો ભાર
એવો ભણતરનો ભાર
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી
સે સોરી ! માય સન, સે સોરી !

ટીચર તો ટોકે છે
મમ્મી તો રોકે છે
બોલે નહિ પપ્પા, બે ઠોકે
કોઈ જો પૂછે કે ચાલે છે કેમ ?
ત્યારે અમથું બોલાઈ જાય, ઓકે !

મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ
મૂડમાં રહે તો ટપોરી
સે સોરી ! માય સન, સે સોરી !

જુના ઘર ની યાદો

આજે અચાનક જુના ફોટા જોવા બેસી ગયો અને આ મળ્યું. એમ જ બેઠા હતા ને મન થયું કે ફોટા પડાવું. એટલે ટીઆ  ને કીધું કે ચાલો ભાઈ ફોટા પાડો અમે બાપ-બેટા રેડી છીએ. અને આ સુંદર મજાની યાદગીરી આવી ગયી.

પહેલા 2 ફોટા આજકાલ ની ફેશન પ્રમાણે સ્પેશિયલ ઈફેક્ટ વાળા છે અને છેલ્લો સાદો છે મારા જેવો.

image3 image5 IMG_1815

નવું ઘર

નવા ઘર માં આવ્યે આજે એક મહિના થી પણ વધારે સમય થઇ ગયો છે .

મમ્મી – પપ્પા થી જુદા એક અલગ ઘરમાં આવવાનો અનુભવ જરા અઘરો રહ્યો મારા અને ટીઆ માટે (જરાય પણ એમ ના વિચારતા કે અમે ખંડિત પરિવાર માં માનીએ છીએ અને માતા-પિતા થી અલગ થઇ ગયા છીએ અને અલગ   છીએ ) .     
આમ તો આ અચાનક આવી પડેલી  પરિસ્થિતિ ઘણી વિકટ હતી પણ પરિવાર અને મિત્રો ની મદદ થી બધું શાંતિ થી પતી ગયું .
એકલા રેહેવાના ઘણા ફાયદા અને ગેરફાયદા છે …
ફાયદા
— અહિયાં તમે જ હોમ મેનેજર છો અને તમારે જ બધા નિર્ણય લેવાના છે . એટલે તમે આગળ ના જીવન માટે ઘડાતા જાવ છો .
— તમારી  માર્યાદિત આવક માંથી તમારે ઘર ચલાવાનું હોય છે , જેથી તમારામાં બચત / કરકસર જેવા ગુણો વિકસે છે , જે આગળ જતા ઘણા ફાયદા કારક છે .
ગેરફાયદા
— અહિયાં તમે જ હોમ મેનેજર છો અને તમારે જ બધા નિર્ણય લેવાના છે . એટલે તમારે શું કરવું અને શું ના કરવું એના યોગ્ય નિર્ણયો તમારે જ લેવા પડે છે . જે ઘણી વાર ખોટા પણ હોઈ શકે છે .
— ઘર ના કારીયાનું, શાકભાજી , દૂધ, વીજળી બીલ , ફોન બીલ વગેરે ના ખર્ચા જે ઘણા મોટા હોય છે, જે હવે તમારે જાતે ઉપાડવાના થાય છે .
— ઘર હોય એટલે એમાં TV , ફ્રીઝ , વોટર પ્યુરીફાયર , વોશિંગ મશીન જેવા ઉપકરણો જોઈએ જ . જેનો ખર્ચ ઘણો મોટો હોય છે .
— ઘર માં મોટા વડીલ વ્યક્તિ ના અભાવ થી ઘણી વાર કોઈ નિર્ણય લેવામાં તકલીફ પડી જાય છે . અને રીતસર બાઘા   મારવાના  થાય છે .
જો તમે એકલા રહેતા હોવ તો તમારે પણ બીજો કોઈ અનુભવ હોઈ શકે છે .