પહેલું ઈમેલ એડ્રેસ

આજે એક જોરદાર વાક્ય જોયું … જોઈ ને ખુબ જ હસવું આવ્યું … એમાં લખ્યું હતું …

શું તમે તમારું પહેલું ઇમેલ આઈડી જાહેર માં બધાને કહી શકશો?
શાંતિ થી વિચારજો તમારા આઈડી વિષે …
મન હોય તો કોમેન્ટ માં કહી શકો છો.

Happy Anniversary to my blog

Happy Anniversary

આજે મારા બ્લોગ ને 3 વર્ષ થયા. આ બ્લોગ જાણે-અજાણે મારી કારકિર્દી માં એક મોટો વણાંક લાવ્યો છે. જે ખુબ સારો કહી શકાય. ( એ શું છે એ પૂછશો તો હું કદાચ ને નહિ કહી શકું). પણ હમણાં સમય અને સંજોગો પ્રતિકુળ છે એટલે જરા પોસ્ટ કરવામાં ધીમો પડી ગયો છું. સમય નો ખુબ જ અભાવ છે. ઘણી વાર તો ઊંઘવાના સમય માં કાપ મુકવો પડે છે. આમ પણ આશા તો હમેશાથી માત્ર અમર ની જ ગર્લ ફ્રેન્ડ છે એટલે અમે પણ આશા રાખીએ કે ક્યારેક ધોધમાર બ્લોગ પોસ્ટ કરીશું.
આ બ્લોગ ને સફળ બનાવવા માટે ઘણા લોકો નો ફાળો છે, જેમના નામ નીચે મુજબ છે (જે માંથી કોઈ ને ખબર નથી એમણે ક્યારે મને ફાળો આપ્યો. પણ હવે ફાળો પાછો લેવા ના આવતા હો.) કદાચ ને ઘણા લોકો ના નામ ભૂલી પણ ગયો હોઈશ (ઉંમર ના હિસાબે :P)
  1. મારા એક સર (જેમનું નામ નહિ લખી શકું, પણ એ ખુબ જ ખુશ થયા હતા જયારે તેમને આ બ્લોગ જોયો. એ ઘણા ઉત્સાહથી આ બ્લોગ વાંચતા હતા. આશા રાખું કે હજુ પણ એ વાંચતા હશે અને મને યાદ કરતા હશે.)
  2. દીપક સર – જેમણે મને ખુબ પ્રોત્સાહિત કર્યો હતો 
  3. મારા મિત્રો (શ્રેય / સમીર / રિશી અને બીજા ઘણા બધા જે લોકો નિયમિત રીતે બ્લોગ વાંચતા અને મને કહેતા એના વિષે)
  4. મારી ટીઆ – જે બહુ મોટી વાચક છે આ બ્લોગ ની 🙂 (એને આ બ્લોગ ની URL પણ યાદ નથી પણ એ ગમે તે રીતે બ્લોગ ને શોધી ને વાંચી લે છે – ગુગલ ની જાય હો ભાઈ).
  5. હર્ષદ ભાઈ
  6. કાર્તિક ભાઈ
  7. અને બીજા ઘણા
કોઈ કેક માંગતા નહિ કેમ કે ખુબ કડકી ચાલે છે :।   (નીરવ ભાઈ ફ્રોમ Nirav Says તમને તો હું મસ્ત ગઠીયા અને ચા પીવડાવીશ :))