24-05-2007

વાત જરાક જૂની છે… આજથી ૧૦ વર્ષ પહેલાં એટલે કે ૨૪-૫-૨૦૦૭, ગુરુવાર ના રોજ મારા લગ્ન મારી ટીના જોડે થયા હતા.

ટીના એક નાનકડા ગામમાં રહેતી સીધી સાદી છોકરી હતી અને હું અમદાવાદમાં રહેનારો (સીધોસાદો છોકરો 😉 ). માત્ર ઈશ્વરભાઈ ની ઈચ્છા હોય તો જ અમારા બંને જેવા ભિન્ન વિચારો વાળા લોકો ભેગા મળી શકે, અને એવું જ થયું.

લગ્ન તો થઇ ગયા, પણ બહોળા અનુભવના અભાવે અમે દીવ ફરવા ગયા ત્યાં જ બબાલ થઈ ગયી હતી. પણ એ ક્ષણિક હતી અને વધુ ટકી નહીં. અને પછી અમે એકબીજાને સમજવા પ્રયાસ ચાલુ કર્યા, જે હજુ ચાલુ જ છે. હવે ઘણીવાર ટીના બોલી જાય કે “હું ઓળખું ને તમને” ત્યારે લાગે કે હા ચાલો એતો સમજી મને.

૨ વાસણ હોય તો ખખડે પણ ખરા, એ ન્યાયે વાર તહેવારે લડતા, ઝઘડતા, રિસતા, મનાવતા અમે આ મુકામે પહોચી ગયા છીએ.

જેમ ઉપર કહ્યું એમ અમારા વિચારો, ગમાં-અણગમા અલગ હતા અને છે અને રહેશે… પણ અમે સમય અને સંજોગો અનુસાર સામેના પાત્રની જરૂરિયાત મુજબ એની ઈચ્છા મુજબ વર્તવા લાગ્યા છીએ.

લગ્નના એકજ વર્ષમાં પ્રેમના પ્રતીક રૂપે સામર્થ્ય અમારા જીવનમાં આવ્યો અને એણે અમારા લગ્ન જીવનને વધારે સુખરૂપ બનાવી દીધું છે.

આ ૧૦ વર્ષમાં અમારા જીવન માં અનેક કૌટુંબિક, આર્થિક, સામાજિક મુશ્કેલીઓ આવી છે પણ હંમેશા ટીના જોડે રહીને સાથ આપ્યો છે.

ટીના ને વાત વાત માં ટોકવાની આદત છે, જેનું કાઈ થાય એમ નથી.

હું ખોટા ખર્ચ કરું એમાં ટોકે, હાઈ ફેટ ફૂડ ખાઉં, સવારે વહેલો ઉઠી દોડવા ના જાઉં એમાં ટોકે, મોડી રાત સુધી મુવી/ટીવી જોઉં એમ ટોકે, ફાસ્ટ કાર ચાલવું એમાં ટોકે … અને આવી ઘણી વાતો માં ટોકે 🙂

ચાલો આશા રાખીયે કે આવનારા બીજા ૬૦ વર્ષો (!) પણ અમે આમજ લગ્નગાંઠ પર લખતા જઈએ.

 

 

 

આજની જોક:

पत्नी : शादी के दस साल हो गए और एक आप हैं जो आज तक कहीं घुमाने तक नहीं ले गए .

पति : ठीक है आज घूमने चलेंगे

शाम को पति, पत्नी को लेकर श्मशान घाट ले गया ।

पत्नी गुस्से से बोली : छिः श्मशान भी कोई घूमने की जगह होती है 

पति : अरे पगली लोग ”मरते हैं” यहाँ आने के लिये

મધર્સ ડે

કામ પર લાગ્યો છું ત્યારથી મમ્મી-પપ્પા જોડે સમય ગાળવાનો વખત બહુ આવતો નથી.

મમ્મી તો ટીવી અને બીજી બે-ચાર ડોસીઓ જોડે વાતો કરી સમય પસાર કરી લેતી હોય છે.

આજે પણ એવું જ છે કે મમ્મી-પપ્પા થી દુર છું.

પણ ફોન કરીને વાત કરી, તો સારું લાગ્યું.

મા વિશે કહેવા માટે તો શબ્દો નથી, એક પોસ્ટ મુકું છું.

ડિસ્કાઉન્ટ

હમણાં એક દુકાન (શોરૂમ) માં ગયા હતા. ત્યાં ટીઆ સેલ્સમેન સાથે ભાવ-તાલ (રક્ઝક) કરી રહી હતી (બધા બૈરાં , ખાસ કરીને આપણા ગુજરાતી બૈરાં જરૂરથી ભાવ-તાલ કરે). હું બાજુમાં બેઠો બેઠો જોયા કરતો અને ફોનમાં ફેસબુક જોઈ રહ્યો હતો.
પેલો ભાઈ બોલ્યો, બેન હવે આનાથી વધારે ડિસ્કાઉન્ટ નહિ થાય 🙂 પછી બોલ્યો સાહેબ તો આઇફોન  વાપરે છે, તમે હવે વધારે ડિસ્કાઉન્ટ  ના માંગો.
હું તરત બોલ્યો, ભાઈ આ તમારા બધાના ડિસ્કાઉન્ટ ભેગા કરીને જ આઇફોન લીધો છે. જુઓને કૈક થતું હોય તો 🙂
નોંધ:
— આ વાર્તા સત્ય ઘટના પર આધારિત જોક છે.
— અમે પાક્કા અમદાવાદી છીએ, અમને કટિંગ ચા ના 2 ભાગ પાડતા શરમના આવે અને ગમે તે સ્ટોરમાં ડિસ્કાઉન્ટ માંગતા પણ શરમ ના આવે 🙂