થોડો વધુ પ્રેમ

શું તમે કોઈ ને પ્રેમ કરો છો?
આ સવાલ નો તમે જાહેર માં જવાબ આપી શકો?
તમે કદાચ ના પડશો !
(તમારા મન માં આ પ્રશ્ન નો જવાબ આપો અને પછી આગળ વાંચો)
તમને થશે કે પેલીનું નામ કે પેલાનું નામ આમ થોડું બધાને જાહેઅરમાં કહી દેવાય? એતો માત્ર મારા મિત્રો સુધી જ સીમિત હોય? ક્યારેક તો એ માત્ર પોતાના સુધી જ સીમિત હોય છે?
ઘણા પાછા સાવ કાચા કુંવારા હોય છે (ક્યાય સેટિંગ ના થયું હોય એવા) એટલે બચારા ખોટું ખોટું હસતા પણ બોલી જાય કે ના કોઈને પ્રેમ નથી કરતો?
પણ આનો જવાબ શું તમે મક્કમતા થી હા ના કહી શકો?
શું તમે તમારા માં-બાપ કે ભાઈ બહેન કે મિત્રો ને પ્રેમ નથી કરતા ? તો કેમ ના પડી પહેલા કે ના કોઈને પ્રેમ નથી કરતા?
પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે એક નાજુક લાગણી નો તાંતણો જે તમને કોઈની સાથે જોડે. એ તમારા માં-બાપ, ભાઈ બહેન, કોઈ બીજા સગા કે મિત્રો કે કોઈ એવી ઓળખીતી વ્યક્તિ પણ હોઈ શકે કે જેની સાથે તમારે કોઈ સંબંધ નથી.
પણ ઘણા લોકો એમ સમજે છે કે પ્રેમ એટલે કે કેટલા ટેડી બેઅર ગીફ્ટ માં આપ્યા?
મારા માટે પ્રેમ એ છે કે જેમાં એક માણસ શેફ શરમ રાખ્યા વિના પોતાનું ઘર ચાલવા, પોતાના બાળક ને સારી સ્કૂલ માં ભણાવા માટે ઓફિસો માં કચરા-પોતા કરીને કમાય છે. પ્રેમ એ છે કે પત્ની અને બાળક શાંતિ થી સુઈ શકે એટલા માટે પતિ મોડી રાત સુધી ઓફીસ માં કામ કરે.
હું આખો દિવસ ઓફીસ માં કામ કરી ને જયારે ઘેર જાઉં ત્યારે ટીઆ અને કોકું મારી રાહ જોઇને બેઠા હોય (રાત્રે 12 વાગ્યા હોય કે 2 ટીઆ રાહ જોઈ બેઠી હોય).આને કહેવાય પ્રેમ।
કોકું કોઈ જ આશા કે અપેક્ષા (મારે કે કોકું ને આ બંને જોડે કોઈ સંબંધ નથી) વગર મારી રાહ જોતો હોય. હું ઘેર પહોચું તો એ આવી ને મારી જોડે બેસી જાય। મને અગણિત સવાલો કરે. રાત્રે અમે સુઈ જૈયે ત્યારે પણ એના સવાલો ના મારા ચાલુ હોય। એ ઘણી વાર પૂછે દિવસમાં કે ડેડી ક્યારે આવશે। એ સાચો પ્રેમ છે.
પ્રેમ અને સંબંધો માં જો તમે આશા અને અપેક્ષા ના રાખો તો તમે એને ખુબ સરસ રીતે માણી શકો છો.
કોક ને થશે આજે તો બાબા બગડ્યા છે। ચાલો પતાવો જલ્દી… 🙂

પ્રેમ

તમારું પોતાનું કોઈ તમને ધમકાવે કે ખખડાવે તો એમાં છુપાયેલો એનો પ્રેમ જોવાનો પ્રયત્ન કરો

નરમ તબિયત

આમ તો શનિવાર થી જ તબિયત ખરાબ હતી. પણ જેમતેમ કરી ને દિવસ કાઢ્યો. કામ કરવું પડે એમ હતું એટલે કામ કરી ને વહેલો ૮ વાગ્યે ઘેર જવા નીકળ્યો તો… (હા ભાઈ રાત્રે ૮ વાગ્યે એટલે મારા માટે ઘણું વહેલું કહેવાય.. ). રવિવાર પૂરો આરામ માં નીકળ્યો. કંઈ ખાસ ફરવા કે બીજે ક્યાય ગયા નહિ. સાંજે કોકુ ને એના નાના ને ત્યાંથી લાવાનો હતો એ લેવા ગયા ને સીધા ઘેર જ આવ્યા. સોમવારે પણ તબિયત નરમ હતી પણ દિવસ કાઢ્યો. બપોરે સારું નતું લાગતું એટલે જમ્યો જ નહિ. રાત્રે લગભગ ૧૨ કે ૧ વાગ્યે જમ્યો હતો. એમાં પણ ભાવતું ભોજન હતું એટલે દબાયું હતું. સવારે ઉઠતાની સાથે જ તબિયતે જવાબ આપ્યો. તળબાતોડ મિત્રોને ફોન કરી ને જણાવ્યું કે ઓફીસ નહિ અવાય. ઘેર થી થોડા કામ સંભાળ્યા. પણ બપોરે તો પાછું ઘણું ખરાબ હતું એટલે દવા પીને સુઈ જ ગયા. સાંજે દવા લેવા ગયા પાછા.  હમણાં થોડું સારું છે.  સાંજે ઓફીસ થી જ એક પ્રોજેક્ટ માટે ફોન આવી ગયો. બીજા એક પ્રોજેક્ટ માટે ના અપડેટ નો ફોન આવી ગયો (છોકરા મોટા થઇ ગયા છે હવે.).  સવારે થોડું જમ્યો હતો ને ચીકુ ખાધા. એકદમ બીમાર માણસ હોઉં એવી અનુભૂતિ થઇ :). (મને ચીકુ બીમાર માણસ નો ખોરાક લાગે.) સાંજે પણ ખીચડી જ બનાવામાં આવી છે મારા માટે :|.  રાત્રે થોડું સારું થશે તો થોડું ફેસબુક કરવાનું મન છે.  (એક પ્રોજેક્ટ માં ફેસબુક એપ્લીકેસન પર એક કામ છે એટલે ઓપન ગ્રાફનુ થોડું વાંચવાનું છે. બાકી તો દિવસના અંતે જોઉં કે મિત્રો એ શું અપડેટ કર્યા અને શું ફોટા મુક્યા એ  જોઈ લઉં છું.)  ચાલો હવે જમવા જાઉં છું..