અનુરાગ ના મિત્રો

આમ જોવા જઈએ તો મારો અભ્યાસ કુલ ૪ શાળા અને ૩ કોલેજીસ માં થયો હતો. એટલે અભ્યાસકાળ માં ઘણા બધા મિત્રો થયા ને ઘણા બધા છૂટી ગયા. હવે છેલે જોવા જઈએ તો એક માત્ર રિશી જ મારો મિત્ર છે જે  અભ્યાસકાળ થી મારી જોડે જોઈ હતો. હમણાં એ એની કંપની તરફ થી USA ગયેલ છે. એટલો દુર છે પણ અમારે રોજ g-talk દ્વારા વાત-ચિત થઇ જાય છે. રિશી સિવાય જોવા જઈએ તો બસ હવે તો ઓફીસ માં થોડા મિત્રો છે બસ. આમ તો ઘણા બધા મિત્રો હતા પણ જે લોકો ખુબ જ નજીક થી મને જાણે છે એવા લોકો ઓછા છે. ચાલો હવે જુના-નવા બધા જ મિત્રો નું લીસ્ટ બનાવા દો.

  1. રિશી – હમણાં એ USA માં છે. આમ એ હેદ્રાબાદ માં રહે છે. મારી જોડે ઝેવિયર’સ  કોલેજ માં ભણતો હતો.
  2. પલક – હમણાં એ USA માં છે. પરણી ને ગઈ છે ત્યાર થી મળી જ નથી.
  3. હિમાંશુ – હમણાં એ ક્યાં છે કશી માહિતી નથી. 😦
  4. હેમંત – હમણાં એ USA માં છે.
  5. વિજય – હજુ એ મારી જોડે નજીક માં જ રહે છે, પણ મહિના માં એકાદ વાર જ મળવાનું થાય છે.
  6. કુલ્લુ – મારા ઘર થી થોડે દુર રહે છે પણ એસએમએસ અને g-talk થી વાત ચિત થઇ જાય છે. ને ફેસબુક જિંદાબાદ છે.
  7. શિવાંગ – અમે બંને એ ઝેવિયર’સ  કોલેજ માં ક્લાસ ની છેલ્લી બેંચ શેર કરી હતી. ઘણા સારા-ખરાબ કામ સાથે મળી ને કર્યા હતા. હવે તો બસ ક્યારેક એ કોલ કરે તો વાત થાય છે.
  8. શ્રેય – મારી ઓફીસ નો મિત્ર છે. ઘણો દુર રહે છે પણ ઘણો પાસે છે.
  9. સમીર – મારી ઓફીસ નો મિત્ર છે. ઘણો જ દુર રહે છે પણ ઘણો પાસે છે.
  10. ચેતન – મારી ઓફીસ નો મિત્ર છે. ઘણો દુર રહે છે પણ ઘણો પાસે છે.
  11. ટીઆ – ટીઆ ને હું કદાચ ઓક્ટોબર કે નવેમ્બર ૨૦૦૬ માં પહેલી વાર મળ્યા હતા. બસ ત્યાર થી જોડે જ છીએ. હવે તો એવું છે કે એના વગર ચાલતું નથી. અમારે બંને ને કોમન કોઈ વસ્તુ પસંદ હોય તો એ છે કોકુ. બંને ની પસંદ એકદમ અલગ છે, પણ છતાં બંને જોડે જ રહીએ. નાની નાની વાત માં ઝગડાઈ પડીએ ને પાછા બધું ભૂલી ને ભેગા બી થઇ જઈએ. આમ તો કહેવાને મારી પોતાની ને એકમાત્ર પત્ની થાય પણ હું તો એને મારી ગલફ્રેન્ડ / દોસ્ત / પત્ની બધું જ સમજુ છું.
  12. કોકુ – બધા થી છેલ્લે આવે મારો કોકુ. આમ તો મારો દીકરો છે. હજુ તો માત્ર ૨.૫ વર્ષ નો જ છે પણ બધી વાત માં મારા થી ચડિયાતો છે ( બાપ કરતા બેટા સવાયા એ કહેવત એમ જ નથી પડી ). રૂપ માં, રંગ માં, મગજ માં, ધમાલ માં કોઈ વાત માં ઓછોનથી. જે કોઈ એને એક વાર પ્રત્યક્ષ મળી લે એ એનો દીવાનો થઇ જાય એવી મેગ્નેટીક પર્સનાલીટી છે એની.

હા આ સિવાય પણ ઘણા છે. રિશી એ થોડા લોકો બીજા યાદ કરાવ્યા

  1. અનુજા – આમ તો એ રિશી ની ગર્લ ફ્રેન્ડ / દોસ્ત / એક માત્ર પત્ની, પણ મારી ને ટીઆ  ની પણ ઘણી સારી મિત્ર. અમને અનુજા જોડે બોલવું, ફરવું, ફરવું ગમે. એનું કારણ એનો સ્વભાવ. હમેશા હસમુખ ચહેરો ને સતત વાત કરવાનો સ્વભાવ. એટલે તમને એની જોડે રહેવું ગમે.  હજુ એક વાત અહિયાં ટાંકીશ જે ટીઆએ મને કીધી હતી .વાત એમ હતી કે એકવાર અમે રિશી ના ઘર થી પાછા આવતા હતા. હજુ જસ્ટ એના ઘર થી નીકળ્યા જ હતા ને કાર સીજી રોડ પર જ હતી ને ટીઆ એ કીધું કે રિશી ના ઘેર બહુ સારું લાગે. એમના ઘેર બધા વાત કરતા હોય ને સ્વભાવ કેટલો સારો બધાનો. ને કોઈ ના મન માં કશું કપટ નહિ ( આ ટીઆ ની શરૂઆત ની મુલાકાત હતી રિશી ના ઘર ની). મને જાણી ને આનદ થયો કે ચાલો એને રિશી નું ઘર ગમ્યું ને બધા લોકો પણ ગમ્યા.
  2. પરી – પરી એ ખરેખર એક નાની પરી જ છે જે ઈશ્વરએ અમારા જીવન માં આપી છે. આમ તો રિશી – અનુજા ની બેબી-ગર્લ પણ એ મારી ને ટીઆ ની પણ એટલી જ વહાલી છે. કોકુ ને પરી નહોતી ગમતી કેમ કે ટીઆ એને ઊંચકે એટલે એ બળી જાય ( બધા નાના બાબાઓ આવા જ હોય 🙂 ).
  3. સુપલ – હા સુપલ ને કેમ ભૂલાય? એની જોડે તો મેં ૩ યર્સ કાઢ્યા હતા ઝેવિયર’સ કોલેજ માં. હું, રિશી ને સુપલ એક જ બેંચ પર બેસતા. એને બહુ જ બીક લાગે અમારી જોડે બેસવામાં પણ જાય તો જાય પણ ક્યાં?  અમે તો ધમાલ કરી ને ભાગી જતા ને એ પ્રોફેસર ના હાથ માં આવી જતો હતો.
  4. રેની – રેની સાથે પણ ૩ યર્સ કાઢ્યા હતા ઝેવિયર’સ કોલેજ માં.રેની ગીટાર વગાડવા માં માસ્ટર હતો ને છે. હમણાં તો એ  CA, USA  માં છે. હજુ પણ એ ગીટાર વગાડે છે.

8 thoughts on “અનુરાગ ના મિત્રો

Leave a comment