આ છે ?

હમણાં એક દિવસ એક જગ્યાએ ગયો હતો, ત્યાં મારે એક પ્રેરણાદાયક ભાષણ  (motivational speech) આપવાનું  હતું.  એ જગ્યા એ પહોંચ્યો અને જે લોકો એ મને બોલાવ્યો હતો એમાં જે ભાઈ સાથે મારે વાતો થતી હતી એમની જોડે હું વાત કરી રહ્યો હતો.
એટલા માં એ સંસ્થાના એક બીજા ભાઈ જે મને નહોતા ઓળખતા એ આવ્યા અને પેલા ભાઈના કાનમાં કઈકે બોલ્યા. એટલે એ ભાઈ બોલ્યા  “હા, એ જ છે આ ભાઈ – અનુરાગ ભાઈ”.
પેલા ભાઈ ના મુખમાંથી એકદમ જ  ઉદગાર નીકળ્યા “આ છે? અનુરાગ ભાઈ?” , અને એમના મોં સામે જોઈને લાગ્યું કે એમને થયું કે આ માણસ ! આ શું કરશે !
 મારા થી ના રહેવાયું અને હું એકદમ જ બોલી ગયો – હા હું જ છું. આટલા પૈસામાં તો હું જ આવું ભાષણ કરવા. અને હસી પડ્યો એકદમ. એ ભાઈ જરા ભોંઠા પડી ગયા અને હસવાનો નિષ્ફળ પ્રયાસ કરવા લાગ્યા .
મારી સ્પીચ પુરી થઇ પછી એ ભાઈ દોડતા દોડતા આવ્યા અને એમના 2 હાથથી મારો હાથ પકડી ને હાથ મિલાવ્યો અને કહેવા લાગ્યા “સાહેબ ગજબ, શું બોલો છો આપ તો …” હું તો બસ એટલું જ બોલ્યો કે નહિ નહિ સાહેબ હું તો એમ જ ગપ્પા મારી દઉં છું ને લોકોને ગમી જાય છે 🙂
વાર્તા નો બોધ:
1. એ ભાઈ માટે કશું બોધ નથી.
2. મારે મારો બાહ્ય દેખાવ હજુ થોડો સુધારવો પડશે.  પણ હા હું જે ફાટેલું જીન્સ કે ટીશર્ટ પહેરીને ભાષણ આપવા ગયો હતો એમ જ જઈશ. કદાચ ફાટેલું જીન્સ હજુ સારું પહેરીશ અને ટીશર્ટ પણ થોડી વધારે સારી પહેરીશ.
Advertisements