ત્યારે અને અત્યારે

ત્યારે અને અત્યારે – એક સીરીઝ (પેલી દિવાળી માં લગાવીએ એ નહિ) છે જૂની યાદો ને નવી યાદો સાથે  સરખાવવાનો.
ત્યારે અને અત્યારે એક સરખામણી કરવાનો પ્રયાસ છે કે 2 સમય રેખાનો જયારે હું પુત્ર હતો અને જયારે પિતા છું.
હું જયારે નાનો હતો ત્યારે ઉતરાણ માં પતંગ ચગાવતો ત્યારે મારા પપ્પા હમેશા સરસ રંગીન પતંગો / લાંબી પૂછડી / જાત જાત નું ખાવાનું વગેરે લાવવામાં – કરવામાં જ વ્યસ્ત હોય. હું પતંગ ચગાવતો હોઉં તો ધાબા પર મારી જોડે આવી જાય અને જોયા કરે કે હું કેવી પતંગ ચગાવું છું. હું કોઈ પેચ કાપું તો એ બહુ ખુસ પણ થઇ જતા. મને થોડું અસ્વાભાવિક લાગતું કે આ શું યાર। જઈને બેસોને છાયા માં કે ઘર માં। આમ ધાબા પર આવી જાવ છો મારી જોડે 🙂
પણ જયારે 2 વર્ષ પહેલા કોકું એ પહેલી વાર પતંગ ચગાવી ત્યારે મને ખબર પડી કે હું પતંગ ચગાવતો હતો ત્યારે પપ્પા કેમ ધાબા પર આવી જતા હતા.
જૂની એક પોસ્ટ માં કોકું નો વીડિઓ પણ છે એ સમયનો. જે હવે જાહેર જનતા માટે ખુલ્લો નથી.