થોડી રમુજ

હમણાં 2-3 દિવસ પહેલા મારી Continental GT ને સર્વિસ કરવા ગયો હતો, ત્યાં થોડી નાની મોટી રમુજી ઘટનાઓ બની…
1)
મિકેનિક : સાહેબ ગાડીમાં કઈ પ્રોબ્લેમ?
હું: હા, થોડી ફાસ્ટ ચાલે છે, ધીમી કરો ને 🙂
મિકેનિક : સાહેબ એમાં તો શું થાય હવે, તમે લીધું છે એ બાઈક જ એવું છે ને, સહુ થી મોંઘુ બુલેટ છે અને અમારું ડ્રીમ હોય છે કે આ બાઈક સર્વિસમાં અમારી જોડે આવે !!!

2)

*GT સર્વિસ માં આપ્યા પછી રીક્ષા માં પાછા આવતા વખતે રીક્ષા વાળા કાકા ઘા એ ઘા  રીક્ષા દોડાવી રહ્યા હતા*
હું : કાકા થોડી ધીમે ચલાવશો કે આ હેલ્મેટ પહેરી લઉં.
કાકા :  શું સાહેબ સવાર સવાર માં 🙂

બુલેટ અને હું

હું હંમેશા થી બુલેટ નો ચાહક રહ્યો છું, પણ મને બુલેટ ચલાવવાળા ફાકાં મારતા લોકો ની બહુ સુગ છે. અને એ સુગ રહેશે. હું બુલેટ અને બુલેટ ચલાવવા વાળા ઉપર ખુબ જોક બનાવતો.

પણ જેમ દિલ મૂવીમાં આમિર ખાન અને માધુરી કટ્ટર દુશ્મન હોય છે ને પછી પ્રેમી બની જોડે જીવન ગુજારે છે એમ મારા જીવન માં પણ એ કટ્ટર દુશ્મની દિલ-ઓ-જાન પ્રેમ માં પરિણમી.

આખરે મેં પણ continental GT વસાવી લીધી.

image
​આ મારું બુલેટ
Cafe2
મારા બુલેટ માં આ ત્રણે સીટના ઓપ્સન છે
052214-royal-enfield-continental-gt-right-KWP_7736
​આ એનો ખરેખરો દેખાવ

એમાં મારા જુના બાઇક કરતા ૫ ગણું મોટું એટલે કે ૫૩૫ CC એન્જિન છે. વજન પણ બમણું છે. પણ એ જે મજા આપે એ કોઈ રીતે ગણતરી માં ન લઈ શકાય.

આખા રસ્તે લોકો બાજુ માંથી પસાર લોકો જોવે અને બાઇક વિષે પૂછે, આનાથી વધારે આનન્દ શું હોય?

ટુચકો: ​પહેલા લોકો રેસ લાગવા પૂછતાં હતા, હવે આટા માટે પૂછે છે . 🙂

 

થોડા દોસ્તો એવા પણ છે જેમને આની જરૂર પડશે. તો સારા મિત્ર તરીકે તમને આપી દઉં છું.

image