paytm karo

આજકાલ (એટલે કે 8 નવેમ્બર થી) બધે બસ નોટબંધીની વાતો ચાલે છે. કોઈ સારો ગણાવે છે ને કોઈ વિરોધ કરે છે. હું કોઈ પણ પાર્ટી નો કાર્યકર્તા નથી એટલે એના વિષે કોઈ ટીકા-ટિપ્પણી કરતો નથી. આમ પણ હું વિજ્ઞાન શાખાનો વિદ્યાર્થી એટલે મને અર્થશાસ્ત્ર માં સમજ ના પડે.વળી મારામાં ના તો માનનીય પ્રધાનમંત્રીજી શ્રી નરેન્દ્ર મોદી જી જેવી કોઈ દેશ ચલાવાની આવડત છે ના કોઈ સુઝબુઝ. એટલે આપડે મૂંગા સારા.

પહેલા થી જ ખિસ્સામાં (કે પાકીટમાં) જરૂરી રોકડ ના રાખવા માટે હું પંકાયેલો હતો અને ઘણી વાર આ ટેવ ના કારણે મને તકલીફ પણ પડી હતી. કેમ કે મને કાર્ડ થી ખરીદી કરતા સારું ફાવી ગયું હતું (ટેવ પડી ગયી હતી). પણ પછી એવું જાણકારીમાં આવ્યું કે મને ઓનલાઇન ખરીદી કરવાનું વ્યસન લાગ્યું છે, એટલે છેલ્લું ક્રેડિટ કાર્ડ જેવું બંધ થયું અમે બીજું કઢાવ્યું જ નહિ 🙂  (ના રહેગા બાસ ના બજેગી બાંસુરી)

પણ પછી આ નોટબંધીમાં ફરી પાછી એ લત ના છૂટકે ચાલુ કરવી પડી છે.

હમણાં ઇન્ટરનેટમાં ઘણા ફેરિયાઓ અને નાની દુકાનો વાળા ને PayTM વાપરતા જોયા અને એક દવાની દુકાન વાળા ને ત્યાં લોકો PayTM થી ચુકવણી કરતા પણ જોયા.

તો થયું અમે પણ કેમ બાકી રહી જઇયે, તો મિત્રો નીચે મારો payTM QR કોડ છે.
જે લોકો નોટબંધી ને આવકારતા હોય એ લોકો જરૂર થી આનો ઉપયોગ કરશો 😀
જે લોકો વિરોધ કરતા હોય એ લોકો પણ એક વાર અજમાવી જુવે અને જાણે કે આ કેટલું સરળ છે 🙂
નોંધ :
— અમે Paytm ના પ્રચારક નથી
— આ payTM QR કોડ ચાલશે કે નહિ અમારી કોઈ જવાબદારી નથી.
— મારા બદલે કોઈ બીજા ને પૈસા ચૂકવાઈ જાય તો પણ અમારી જવાબદારી નથી 🙂
— રોકડા કે ચેક થી પણ સેવા ચાલુ જ છે 🙂
— અમારી બીજી કોઈ શાખા નથી.
 paytm-qr-code
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s