એક્ષીસ બેંક

 • ત્રણેક અઠવાડિયા પહેલા બેંકમાં જઈને એક ડેબિટ કાર્ડ માટે ફોર્મ ભર્યું. એ લોકો એ કીધું 5 દિવસ માં આવી જશે, 2-3 અઠવાડિયા પછી પણ કાર્ડ ના આવ્યું
 • ત્યાં જઈને પૂછ્યું તો, એક જાડા બહેન (હા…. જાડા બહેન, જાડા  જાડા  જાડા) એકદમ SBI યાદ અપાવી દે એવી મુદ્રામાં આવી ગયા અને એ રીતે વર્તવા લાગ્યા. (અલી પણ તું તારું કામ કરને, એના ડેસ્ક પર થોડા ગયા તા તો એ જવાબ આપવા લાગી હતી)
 • એમની બાજુ માં બીજી છોકરી બેઠી હતી (જ્યાં અમને જવા કીધું હતું), એને બેંક નો એકાઉન્ટ નંબર સિસ્ટમમાં નાખીને ડેબીટ કાર્ડની માહિતી શોધતા ન’તું આવડતું (તૈયાર તો એમ થઈને આવી તી જાણે પાર્ટીમાં જવાનું હોય). કોણ જાણે આખો દિવસ શું ઉખાડી લેતી હશે.
 • પૂરી 15 મિનીટ પછી એમને ખબર પડી કે કુરિયર વાળા ને ત્યાં કાર્ડ પડ્યું છે.
 • 2 દિવસ પછી નવી કીટ માટે ફોર્મ ભર્યું, એ લોકો એ ફરી થી કીધું 24 કલાકમાં કાર્ડ ચાલુ થઇ જશે, લગભગ 36 કલાક થઇ ગયા છે અને કાર્ડ હજુ પાકીટ માં પડ્યું છે અને ચાલતું નથી 🙂
 • બેંક માં જઈને પૂછ્યું તો એક બીજા બહેન બોલ્યા, સર 24 કલાક થશે. (એને કીધું કે 36 તો થઇ ગયા છે, હવે શું ?) તો કહે સર થોડો ટાઇમ  લાગશે…

આ બેંક માં તમે જશોને તો તમને જરૂર થી લાગશે કે કોઈ સરકારી ખાતામાં કે સરકારી બેંકમાં પહોચી ગયા છીએ.

હું તો પ્રીમીયમ કસ્ટમર છું, છતાં મારે આવી હાલાકી થઇ તો બીજા ની તો શું હાલત થતી હશે ?

 

​નોંધ:
— આ કોઈ જાહેરાત ની પોસ્ટ નથી કે પેલા જાડા બહેન જોડે બદલા ની ભાવના થી લખેલી પોસ્ટ નથી 🙂
Advertisements

4 thoughts on “એક્ષીસ બેંક

 1. બેંક એટલે કાંઠો અને આ બધી બેંકો એટલે , કે જ્યાં કાંઠે આવીને વહાણ ડૂબી જાય તે કુખ્યાત જગ્યા !!

  એક બેંક’માં એવી સુચના હતી કે કોઇપણ લોકોએ બેંક’નાં કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરવો નહિ , અન્યથા દંડ થશે [ મેં કીધું કે ભાઈ , આનું ઊંધું પણ લખો ને 😉 ]

  અને એ જ નેશનલ બેંક’માં જયારે બુધવારના દિવસે યુ.પી / બિહાર’ના ભૈયાઓ’ની લાઈન લાગે છે [ છેક બેંક’ની બહાર ફૂટપાથ સુધી અને ક્યાય લાંબી ] ત્યારે આ જ લોકો તેમની સાથે ગુલામો કરતાયે બદતર વર્તન કરે છે ! પૈસા ભરવાની સ્લીપ સુધ્ધા નથી આપતા !! આટલી ભીડ મેનેજ કરવાની તો વાત જ બાજુમાં રહી ગઈ 😦 કે નથી કોઈ મદદનીશ હોતું કે જેઓ તેમને સ્લીપ ભરવામાં અને બીજી નાણાકીય માહિતીઓ આપવમાં મદદ કરે .

  BTW : એક વાત તો કહેવાની રહી જ જાય છે કે હેડર બાકી મસ્ત છે હો 🙂

  • — ​અમારા ઘર ની નજીક SBI છે, ત્યાં ખાતું ખોલવા ગયા તો કહે ફોર્મ નથી, થોડું જોર થી પૂછ્યું તો આમ-તેમ વાતો કરવા લાગ્યા ભાઈ. પછી ફોર્મ આપ્યું. પાછું ખાતું ખુલવામાં ટાઇમ થશે એમ કહે, SBI ના એક મોટા સાહેબ ને ત્યાં થી ફોન કરાવ્યો તો મેનેજર એ જાતે આવી ને ખાતું ખોલી આપ્યું. ત્યાં ગરીબ અને સામાન્ય આર્થિક કક્ષાના લોકો ની એવી ઉપેક્ષા થાય અને એટલી હેરાનગતિ થાય પણ આ “સાહેબો” ને શું કહેવું?

   — પ્રહલાદ નગર ની SBI માં એક વાર ચેક ભરવા ગયો તો કહે તમારું ખાતું ઘાટલોડિયા બેંક માં છે તો અહિયાં કેમ ચેક ભરવા આયો? અલા ભાઈ, મન થયું તો ફરતો ફરતો આવી ગયો. તું તારું કામ કર ને.

   — નેશનલ બેંક આવું કરે તો સમજી સકાય કે એ લોકો ને કામ કરવાની આદત કે ત્રેવડ નથી હોતી, પણ હવે તો આ પ્રાયવેટ વાળા આવું કરે તો શું કરવું?

   — અને હા, હેડર તો આબુ થી કરાવ્યું હતું ખાસ અમારી લગ્નગાંઠ ના દિવસે જ 🙂

 2. SBI અને એક્ષીસ બંને બેંક ના સુખદ અનુભવ થયેલા છે, SBI માં ATM પેહલી વાર બરાબર સરનામે આવ્યું. જે સમય અંતરે ખરાબ થઇ ગયું. બીજા માટે અરજી કરી જે ૬ મહિના સુધી ના આવ્યું તપાસ કરી તો ત્રણ પ્રયાસે ખબર પડી કે જુના સરનામે ગયું હતું અને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે( મારા ખર્ચે) સરનામું બદલવાની અરજી કરી અને ફરીથી ATM માટે ની અરજી કરી બીજા ૬ મહિના થયા હજી આવ્યું નથી.
  એક્ષીસ માં ખાતું ખોલતા પહેલા કહ્યું તમારે આંતરરાષ્ટ્રીય નંબર ઉપર alerts આવશે અને પછી નન્નો.
  જેના કારણે હું મારા મોબાઈલ માં નેટ બેન્કિંગ નો activation SMS નથી મેળવી શક્યો.

  આવા સુખદ અનુભવો બહુ થયા છે.. એક બ્લોગ લખાય એટલા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s