જન્મદિવસ ની વાતો ના વડા…

જન્મદિવસ તો બધાને બહુ વહાલો હોય, પણ મને જરાક ૨૦૦ ગ્રામ વધારે વ્હાલો છે.

કરમની કઠણાઈ કે વર્ષ માં એક જ વાર આવે છે. પણ અમે બરાબર પગારના દિવસે ગોઠવ્યો છે જેથી ઉજાણી માં કચાસ ના રહે અને હવે સમય ને સંજોગ અનુસાર આજે મારો જન્મદિવસ આવી જ ગયો.

હજુ તો ૭ તારીખના રાત ના ૧૨ જ વાગ્યા હતા ને ટીઆ એ ભારે માની ભેટ આપી. જોઈને ઘણી ખુશી થઇ. કેમ કે એ મારી પ્રિય વસ્તુ છે.
(लॉयन को तीन चीज़ ही अच्छी लगती है । मोना, सोना और ….. ) એમ મને પણ સોનુ – ચાંદી બહુ ગમે.

સવારે મસ્ત નહાઈ-ધોઈને ઓફીસ પહોંચયો. પહોંચતા વ્હેત જ બધા શુભેચ્છા આપવા તૂટી પડ્યા. એ પણ ઘણું સારું લાગ્યું.

પછી ચાલુ થઇ કામ ની મગજ મારી. ૧૦૦ જેવા મેલ્સ અન રિડ હતા. સમય ક્યાં નીકળી ગયો સમજ ના પડી. એટલામાં ઓફિસમાં લોકો કેક લઇ આવ્યા. જેના ફોટા ફેસબુક પર ટૂંક માં આવશે.
અને પાછો વારો આવ્યો ગિફટ નો અને ફરીથી મને મનગમતી ચીજ આપી.

સાંજે વહેલો ઘેર ભાગ્યો પણ ટ્રાફિકે બહુ સમય બગાડ્યો.
પછી હું,પાપા ને સામર્થ્ય જમવાનું લેવા ઉપડ્યા. જમવામાં મજા આવી ગયી.

છેલ્લે આદિ નો લખેલો બ્લોગ વાંચ્યો જે ઘણો જ સુંદર છે. એના બ્લોગ ને વખાણવા શબ્દો નથી. ખુબ જ અદભુત !
(http://wp.me/p5cla5-1u)

ચાલો હવે સુઈ જઇયે, આંખો ઘેરાય છે.

શુભેચ્છા પાઠવનારા સર્વ નો આભાર.

૩૭ કાઢ્યા છે હજુ ૬૩ બાકી છે… ટીઆ ને હજુ ઘણું કાઢવાનું છે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s