Selfie With Daughter

​​​હમણાં 1-2 દિવસમાં ઘણા લોકો એ #‎SelfieWithDaughter‬ કર્યું છે 🙂

ઘણા લોકોએ તો રીતસરના આલ્બમ બનાવી કાઢ્યા.

મારે તો દીકરી નથી, નહિ તો એના અને મારા ફોટાના આલ્બમ ક્યારના તમે જોઈ શકતા (જે આજની તારીખમાં મારા અને મારા દીકરાના ફોટાના આલ્બમ સ્વરૂપે તમે જોઈ શકો છો) 🙂

આવા (ફોટા પાડીને મુક્યા હોય એવા અને ફોટા ના પડ્યા હોય એવા) દીકરીના બાપો માટે થોડા સવાલ છે…

શું તમારી દીકરીના જન્મ સમયે તમે અને તમારા ઘરના બધા લોકો ખુશ થયા હતા?
શું તમારે આ દીકરી સિવાય બીજો દીકરો કે દીકરી છે કે ભવિષ્યમાં એનું પ્લાનિંગ છે ?
શું તમે કે તમારા ઘરના લોકો તમારા દીકરા અને દીકરીમાં ફરક કરે છે?

થોડા અણિયાળા સવાલો છે, જવાબ માત્ર તમારી જાતને આપશો.

When I come home, my daughter will run to the door and give me a big hug, and everything that’s happened that day just melts away.

~ Hugh Jackman

Advertisements

2 thoughts on “Selfie With Daughter

  1. એક બે કિસ્સા’ઓમાં તો મને એવી જાણ થયેલી કે બાળક’નાં જન્મ બાદ જયારે માં’બાપ અને બાકીના સૌને ખ્યાલ આવ્યો કે દીકરી આવી છે ત્યારે ઘડીક તો સાપ સુંઘી ગયો હોય તેવું વાતાવરણ થઈ ગયેલું [ જોકે અત્યારે એ જ દીકરીને સૌ લાડ’કોડ’થી ઉછેરી રહ્યા છે 🙂 ]

    ક્યારેક તો સમાજના હરેક સ્તર પર એવી હવા ફૂંકાઈ રહી હોય છે કે જેઓને સંતાન તરીકે દીકરી હોવામાં કોઈ વાંધો નથી હોતો તેઓ પણ જન્મ સમયે દીકરી આવી આટલું સાંભળતા સુન્ન થઇ જાય છે [ લોકો’માં પોતાનો અલગ મત , વિચાર , આચરણ હોવાની ઘટના ધીમે ધીમે ઓછી થતી જાય છે અને આ બધા ઘેટાઓ’નાં ટોળા જેવા લાગે છે ! ]

    • હા ઘણા લોકો એવા હોય છે, મને કે કમને દીકરીને સ્વીકારીને પછી લાડકોડથી ઉછેરવા લાગે છે.
      આશા રાખું કે લોકોની માનસિકતા બદલાય અને દીકરીની સ્વીકૃતિ પહેલા દિવસ થી જ થાય.

      હું તો ઘણા એવા લોકોને પણ ઓળખું છું કે જેમને દીકરી નથી જન્મી એવું જીવનમાં ક્યાંક ખુચે છે 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s