2014 નું સરવૈયું

ઘણી વસ્તુઓ વિચારી હતી કે કરીશ અને ઘણી વસ્તુઓ વિચારી હતી કે નહિ કરું (પણ એમાંથી ઘણું કરવાનું નથી કર્યું અને નહિ કરવાનું કર્યું છે – એ જ તો મારી પ્રકૃતિ છે… હવે  તમને થશે આ પ્રકૃતિ વળી કોણ? 😉 )
 • કરવાની વસ્તુઓ જે નથી થઇ
  • નોવેલ લખીશ – માત્ર અનુક્રમણિકા બની છે અને નોવેલનો પ્લોટ બન્યો છે. પણ પ્લોટ લીધા પછી આખું ઘર ચણતા બહુ સમય લાગે, અને સમયનો અહિયાં સદંતર અભાવ છે :).
  • થોડી કસરત કરીશ અને શરીર સાચવીશ – મફત માં આધુનિક જીમ ઘેર પડ્યું છે પણ ત્યાં કસરત કરવા જવાનો સમય નથી. (હું જયારે શરીર સાચવવાની વાત કરું એટલે સામર્થ્ય બોલી પડે – તો કરસત કરોને, જીમમાં જાવને 🙂 .)
  • આખા ગામને સરસ વેબસાઈટ બનાવી આપીએ છીએ પણ મારી પોતાની સાઈટ બનાવાનો સમય નથી મળ્યો. જોઈએ, હવે આ યોજનાને 2015 પર નાખવામાં આવે છે.
  • એક નવી ગાડી લેવાની હતી જે નથી લેવાઈ (આમ તો નવી કાર લીધી છે પણ નથી લીધી !!! – હવે આ યોજનાને 2015 પર નાખવામાં આવે છે) . પાછા કારના ભાવ વધી ગયા છે એટલે બજેટ ડામાડોળ થઇ ગયું છે.  
  • વ્યવસ્થિત સાહેબ બનીને, સારા કપડા પહેરીને ઓફીશે જઈશ. – આનુ તો કોણ જાણે ક્યારે મેળ પડશે ખબર નહિ 🙂 (હવે આ યોજનાને 2015 પર નાખવામાં આવે છે). અને આનો સારો એવો અનુભવ તો મુર્તુઝા ભાઈને પણ થયો હશે. એમને જરૂર થયું હશે કે આ બ્લોગ લખનારો માણસ સાવ આવો, જરાય રંગ-ઢંગ વગર નો અને કપડાનું બી ભાન નહિ, ના વાળ કે દાઢી નું માપ 🙂
  • પાસપોર્ટ બનાવવો – આ ભગીરથ કાર્ય કોણ જાણે ક્યારે થશે 🙂
 • નહિ કરવાની (કે ના -ના કરતા કરતા) વસ્તુઓ જે કરી કાઢી છે 
  • નવા મોબાઈલ (ગેજેટ્સ) નહિ ખરીદું.  પણ વર્ષ પૂરું થતા પહેલા કુલ્લે આ વર્ષે 5 નવા મોબાઈલ્સ, એક ટેબલેટ ખરીદી લેવાયું છે અને એક કેમેરાનું વિચારું છું 🙂
  • નહિ લેવાના ઘણા બધા કપડા લેવાઈ ગયા છે જે હવે હું પહેરતો નથી અને ઘણા એવા છે જે નાના પડે છે 😦
  • વિમાનમાં ક્યારેય નહિ બેસું એવા નિર્ધાર સાથે ઘણા વર્ષો કાઢ્યા, પણ આખરે ઘરવાળા(ળી) અને સામર્થ્ય ખાતર એ  નિર્ધાર વિમાન સાથે ઉડાડી દીધો.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s