ગ્રાહક

ભારતીય – આ શબ્દ આવતા જ લોકોમાં દેશદાઝ આવી જાય છે (જેમ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એ આવી જાય છે). હું કઈ બહુ મોટો માણસ નથી, ના તો મેં બહુ દુનિયા જોઈ છે, ના કે હું દેશ-દુનિયા માં બહુ ફર્યો છું 🙂 પણ આ તો મેં થોડા સમયમાં જે નિરીક્ષણ કર્યું એના પરથી કહું છું.
અમે આમ તો કસ્ટમ* વેબસાઈટ અને મોબાઈલ એપ્સ નુ જ કામ કરીએ છીએ. કોઈ પ્રોડક્ટ પર કામ નથી કરતા. પણ અમે અમે થોડા સમય પહેલા એક સોફ્ટવેર બનાવ્યું હતું જેના માટે ઘણા લોકો ઓનલાઈન પૂછપરછ કરી જતા હોય છે.
આવા લોકોમાં જો એ “ભારતીય” વ્યક્તિ હોય તો અમે એમને જવાબ જ નથી આપતા. આવા @#$%^& લોકોના લીધે પોતાને ભારતીય કેહેવામાં બહુ ખરાબ લાગે છે 😦
નીચે એના માટેના કેટલાક કારણો/સંવાદો લખ્યા છે.
1) “આપડે તો બસ એક 5 પેજની સાઈટ જ જોઈએ, બહુ વધારે ના જોઈએ. બસ હોમપેજ બનાવજો મસ્ત, એમાં થોડી અમારી પ્રોડક્ટ  મુકીશું. એને ક્લિક કરેતો બીજા પેજમાં એની ડીટેલ દેખાય. ત્રીજા પેજમાં પેમેન્ટ કરાવી દઈએ. પછી ચોથા પેજમાં થેંક યુ નું પેજ અને પાંચમાં પેજમાં આપડી સાઈટ વિશે લખી દઈએ. બસ આવું કૈક બનાવી આપો.”
2) બીજા આવે છે પ્રોડક્ટ ખરીદવા વાળા દેસી લોકો – અમે ધારોકે 500 રૂપિયામાં એ પ્રોડક્ટ વેચીએ છીયેતો ભારતીય લોકો આવીને 50-100 માં લઇ જવાની વાતો કરે. પાછા કહેકે હું તો ભારતીય ચલણમાં જ આપીશ તો તમને ફાયદો છે (આમાં ફાયદો કેમનો એ મને ના સમજાયું).
3) અમે ધારોકે 500 રૂપિયામાં એ પ્રોડક્ટ વેચીએ છીયેતો ભારતીય લોકો આવીને 50% જેવો ભાવ બોલે એમાં પાછા કેટલીયે વસ્તુઓ મફત લેવાની વાતો (જેમ લોકો મોબાઈલ લેવા જાય એટલે કહે ભાઈ કવર તો આલો, સ્ક્રીન ગાર્ડ તો આલો યાર મોબાઈલ લીધો છે તો) કરે.
4) અમે ધારોકે 500 રૂપિયામાં એ પ્રોડક્ટ વેચીએ છીયેતો ભારતીય લોકો આવીને કહે કે આટલા પૈસા થોડા હોય (એ લોકો સીધો ડોલર અને રૂપિયાનો હિસાબ માંડવા બેસી જાય. આ કાકાઓને શું કહેવુ કે અહિયાં ડેવલપર ના શું પગારને શું અભરખા હોય છે !!!)
5) “તમે આટલા બધા પૈસા લેશો સાઈટ બનવાના, મારા એક મિત્ર એ એમના ઓળખીતા પાસે સાઈટ બનાવડાવી છે એ છોકરો હજુ કોલેજમાં ભણે છે પણ એવી સરસ સાઈટ સસ્તામાં બનાવી છે ને.” એટલે અમારે કહેવું પડે કે “વાંધો નહિ માલિક તમે પણ એ છોકરા જોડે જ બનાવડાવી લેજો આનાથી સસ્તું તો નહિ ફાવે”
આ લોકો એમ જ સમજે છે કે એમનો પ્રોજેક્ટ આવ્યોને હવે આ કંપનીના લોકોને અને એના ઘરવાળા/વાળીઓ ને ખાવા મળશે. આ પ્રોજેક્ટ થકી મેં આમનું ભરણ-પોષણ કર્યું છે.
* કસ્ટમ = ક્લાયન્ટ ની જરૂરિયાત મુજબ બનાવેલી.
Advertisements

2 thoughts on “ગ્રાહક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s