ઘણા સમયથી દિમાગમાં ભેગા થયેલા વિચારો અને જીવનમાં બનેલી ઘટનાઓ

  • ઘણા લોકોને પોતાના વિચારો બીજા પર થોપી દેવાની આદત હોય છે, કોણ જાણે કેમ એ લોકો એવું વિચારતા હશે કે આ ભાઈએ આમ વર્તવું જોઈએ? (આવા લોકો માટે મારી પાસે એક જ જવાબ છે, તું તારું વિચારને ભાઈ મારી મેથી કેમ મારે છે…)
  • એક સમય હતો કે જયારે હું મારા આઉટર લુક પર બહુ ધ્યાન આપતો હતો. હવે તો એવો સમય જ રહ્યો નથી. એટલે ઘણા લોકો આજે પણ જયારે મને મારા કપડાથી કે બહારના દેખાવથી માપવા જાય છે ત્યારે મને બહુ મજા આવે જયારે હું એમને મારો પરિચય આપું. બચારા ભોઠા પડી જાય અને શરમમાં કઈ બોલે નહિ.
  • ઘણા લોકોને જોઉં છું ગાંડા ની જેમ મોદી-મોદી કરતા હોય છે (50% લોકો મોદી તરફી મોદી-મોદી કરતા હોય છે અને 50% મોદી વિરોધી મોદી-મોદી  કરતા હોય છે). મોદી સારા / ખરાબ કેવા માણસ છે એ ચર્ચા અહી કરવા નથી માંગતો, પણ એટલું કહીશ કે ચાહકો અને વિરોધીઓ તો હિટલર અને ગાંધીજી બંનેના હતા. એટલે ખુસ કે દુઃખી થવાની કોઈએ જરૂર નથી. અને મોદી સાહેબને ચુંટી કાઢ્યા એટલે ઇન્ડિયા મહાસત્તા બની જશે એમ ના માનતા, એકલે હાથે મોદી સાહેબ બધું કરી દેશે એ શક્ય નથી. માત્ર ફોટા પાડવા અને ચર્ચામાં રહેવા ઝાડું લેવાથી દેશ સાફ સુથરો ના થાય. એ રોજ નહિ તો દર અઠવાડિયે કરવું પડે (આ વાત ફોટા પડાવતા નેતા /અભિનેતા / રમતવીરો [સચિન પણ આવી ગયો આમાં] / કેટલાક ઉત્સાહી યુવાનો / NGO [જે શબ્દ પ્રત્યે મને જોરદાર સુગ છે.] બધાને લાગુ પડે છે) 
  • ગયા વર્ષે પ્રણ લીધું તું કે ફોન માં પૈસા નાખવા નહિ,આ વર્ષે પણ કદાચ કીધું તું અને એના ટુકડે ટુકડા કરી નાખ્યા છે
  • કોકું માટે એક ટેબ્લેટ લેવામાં આવ્યું છે 🙂
  • કંપની ની વર્ષગાંઠ પ્રસંગે ટીઆ માટે મસ્ત મજાનો ફોન લેવામાં આવ્યો, વાપર્યા પછીના પરિણામ ખુબ સરસ આવ્યા છે, અને હું પુરેપુરો ખુસ છું એ ફોન થી 🙂
  • મારા માટે પણ એક ફોન લેવામાં આવ્યો છે, 2 GB RAM એટલે રમરમાટ ચાલતો ફોન. ફોન સરસ છે.
  • એક જોરદાર સમાચાર છે, જે મારા નજીકના મિત્રો જ જાણે છે અને કદાચ બીજા લોકો (જાહેર જનતા) ને ક્યારે કહીશ કોઈ ખબર નથી. (કહીશ કે નહિ એ જ ખબર નથી)
  • આજુબાજુના ને ઓળખીતા ઘણા લોકો અચાનક જ વિમાન / વિદેશ પ્રવાસો કરી રહ્યા છે, હું વિચારી છું પ્રભુ મારો (અને મારા પરિવારનો) નંબર ક્યારે આવશે.
  • ઘણા સમય પછી ગુજરાત બહાર મિત્રો સાથે 2 દિવસની રજાનો આનંદ લેવામાં આવ્યો.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s