રોલ નંબર 23

આ કોઈ રોલ નંબર 21 (જો તમારા ઘેર નાનું બાળક હોય કે તમે આખો દિવસ કાર્ટુન્સ જોતા હોવ તો તમને ખ્યાલ આવશે કે આ ROLL No. 21 શું છે) પર થી પ્રેરણા લઇ ને બનાવેની સીરીયલ/મુવી કે પોસ્ટ નથી.
આ કોકું નો સ્કુલ નો રોલ નંબર છે. હવે થશે કે ભાઈ જોડે કશું લખવા નથી એટલે આવી પોસ્ટ ઠોકી રહ્યા છે… 🙂
આમાં એવું છે કે કોકુંના ક્લાસમાં જયારે શિક્ષક હાજરી પૂરે ત્યારે ત્યારે એનો નંબર બોલે પણ એ ભાઈને (કોકું સ્તો) કોઈ મહત્વ નહિ કે યસ મેમ બોલું તો મારું ભલું થશે. એટલે મેમ બોલે સામેથી “સામર્થ્ય યસ મેમ બોલો”. પછી ભાઈ બોલે. અમે મેકડોનાલ્ડસ માં ગયા ત્યાં એનો એક મિત્ર મળી ગયો હતો, એ એને કહી ગયો કે કાલે નંબર ના ભૂલતો, બોલજે 🙂 એ છોકરાની મમ્મી ને જરા શરમ આવી એના બાળકની આ વર્તણુક પર. પણ ઠીક છે અમને જરા પણ ખરાબ કે ક્ષોભજનક ના લાગ્યું।
પછી એક-બે પેરેન્ટ્સ મિટિંગ કરી એટલે એના વર્ગશિક્ષકે કહ્યું કે સામર્થ્ય એનો રોલ નંબર આવે તો બોલતો નથી. અને હસ્યા. પછી કહે “પર  મુઝે ઉસકા નંબર યાદ હે ઔર મેં દેખ લેતી હું કી વો આયા હૈ ય નહિ ઔર ક્યાં કર રહ હે”.
એના શિક્ષક ખુબ જ કાળજી રાખીને એના અભ્યાસમાં એની મદદ કરી રહ્યા છે. (એ જોઈ ને મને મારા એક સાહેબ યાદ આવી ગયા પ્રો.  જે.એસ.શાહ.)
હમણાં છેલ્લી મીટીંગ માં ગયા એટલે મેમ બોલ્યા કે હવે હું બોલું નંબર 23 એટલે આખો ક્લાસ બોલે “સામર્થ્ય”…
થોડા સમય માં એના સારા એવા મિત્રો બન્યા છે. આશા રાખું કે એના આ દોસ્તો આગળ જી ને સારા નીકળે 😛

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s