નવું ઘર

નવા ઘર માં આવ્યે આજે એક મહિના થી પણ વધારે સમય થઇ ગયો છે .

મમ્મી – પપ્પા થી જુદા એક અલગ ઘરમાં આવવાનો અનુભવ જરા અઘરો રહ્યો મારા અને ટીઆ માટે (જરાય પણ એમ ના વિચારતા કે અમે ખંડિત પરિવાર માં માનીએ છીએ અને માતા-પિતા થી અલગ થઇ ગયા છીએ અને અલગ   છીએ ) .     
આમ તો આ અચાનક આવી પડેલી  પરિસ્થિતિ ઘણી વિકટ હતી પણ પરિવાર અને મિત્રો ની મદદ થી બધું શાંતિ થી પતી ગયું .
એકલા રેહેવાના ઘણા ફાયદા અને ગેરફાયદા છે …
ફાયદા
— અહિયાં તમે જ હોમ મેનેજર છો અને તમારે જ બધા નિર્ણય લેવાના છે . એટલે તમે આગળ ના જીવન માટે ઘડાતા જાવ છો .
— તમારી  માર્યાદિત આવક માંથી તમારે ઘર ચલાવાનું હોય છે , જેથી તમારામાં બચત / કરકસર જેવા ગુણો વિકસે છે , જે આગળ જતા ઘણા ફાયદા કારક છે .
ગેરફાયદા
— અહિયાં તમે જ હોમ મેનેજર છો અને તમારે જ બધા નિર્ણય લેવાના છે . એટલે તમારે શું કરવું અને શું ના કરવું એના યોગ્ય નિર્ણયો તમારે જ લેવા પડે છે . જે ઘણી વાર ખોટા પણ હોઈ શકે છે .
— ઘર ના કારીયાનું, શાકભાજી , દૂધ, વીજળી બીલ , ફોન બીલ વગેરે ના ખર્ચા જે ઘણા મોટા હોય છે, જે હવે તમારે જાતે ઉપાડવાના થાય છે .
— ઘર હોય એટલે એમાં TV , ફ્રીઝ , વોટર પ્યુરીફાયર , વોશિંગ મશીન જેવા ઉપકરણો જોઈએ જ . જેનો ખર્ચ ઘણો મોટો હોય છે .
— ઘર માં મોટા વડીલ વ્યક્તિ ના અભાવ થી ઘણી વાર કોઈ નિર્ણય લેવામાં તકલીફ પડી જાય છે . અને રીતસર બાઘા   મારવાના  થાય છે .
જો તમે એકલા રહેતા હોવ તો તમારે પણ બીજો કોઈ અનુભવ હોઈ શકે છે .

 

3 thoughts on “નવું ઘર

  1. મારા મતે સમય જતા ફાયદા કરતાં ગેરફાયદા વધી જતા હોય છે.. સંભાળીને ચાલજો અને વડીલોના સંપર્કમાં રહેજો.

    અને વધુ સલાહ જોઇએ તો અમને યાદ કરજો. (આમેય અમે એવા કામમાં એક્સપર્ટ છીએ. 😉 )

    • આ ફાયદા તો લખવા માટે લખ્યા છે, બાકી તો ગેરફાયદા જ છે બધા (બાળપણ માં પેપર માં આવતું, ફાયદા અને ગેરફાયદા બંને લખો 😛 ).

      બસ હવે બીજા 3-4-5 મહિના છે, પછી પાછા બધા ભેગા થઇ જઈશું અને સાથે જ રહીશું. વડીલોના તો પુરા સંપર્ક માં જ છીએ અને જરૂર પડ્યે એમની સલાહ અને મદદ લઇ લિયે છીએ.

      પછી પાછી એક પોસ્ટ લખીશ બીજા એક નવા ઘર માટે 🙂

Leave a comment