સળગતા સવાલો

 

અહી મેં કેટલાક સવાલો અને સંવાદો મુક્યા છે જે મારે સ્કુલ કે કોલેજ માં હતો ત્યારે મારે સંભાળવા પડ્યા હતા. એ વખતે હું કોઈને જવાબ આપી નહોતો શકતો એટલે બાકી રાખ્યા ‘તા આજના માટે 🙂
  1. તમારો છોકરો આખો દિવસ ટોપી કેમ પહેરી રાખે છે?
    1. જવાબ: હું ઘરમાં, બહાર , રાત્રે પણ ટોપી પહેરતો હતો। મને એ ગમતું ને હું કરતો હતો। એમાં બીજા એ શું કરવા લમણાં લેવા?
  2. તમે અનુરાગ ને આમ ગાડી ફેરવવા આપી દો છો એ સારું નથી.
    1. જવાબ: અલા પણ તું આપને તારા છોકરાને આપ ને, મને મારા પપ્પા આપે છે એમાં તને કેમ પેટ માં દુખે છે.
  3. તમારો છોકરો આખો દિવસ ગીતો જ સાંભળતો હોય છે, ભણે છે ક્યારે?
    1. જવાબ: પોતાના છોકરાના રીઝલ્ટની ખબર ના હોય પણ બીજાના છોકરાની ચિંતા કર્યા કરે.
  4. આવા મોંઘા ફોન / કપડા થોડી લેવાતા હશે
    1. જવાબ: મને મોંઘા ફોન / કપડા જ રાખવાનો શોખ છે અને હું રાખું છું। એમાં તમારે શું। મેં કોઈ દિવસ કોઈને નથી પૂછ્યું કે તમે આટલી મોંઘી બ્રાંડ કેમ પીવો છો. દેસી પિતા હોય તો સસ્તા માં પતે.
  5. આ કેમ આખો દિવસ મસાલા ચાવતો હોય છે.
    1. જવાબ: માજી આ મસાલો નથી ચ્યુઇન્ગમ છે. મને ગમે છે એટલે આખો દિવસ ખાઉં છું. તમારા છોકરા ની જેમ માવો દબાયા નથી કરતો આખો દિવસ.
  6. આ કેવા લાંબા વાળ રાખ્યા છે. આ બધું પિકચરમાં સારું લાગે આપડે તો ટૂંકા જ રાખવા.
    1. જવાબ: તમારા વાળ વિષે મેં કોઈ દિવસ કીધું કે એ કરોળિયા ના જાળા જેવા લાગે છે. તમને ગમે છે એ તમે રાખો છો તો મને ગમે એ મને રાખવા દો ને.
હવે તમને થશે કે આજે શું થયું, એકદમ કેમ આવા ઉગ્ર વિચારો ?
કાલે રાત્રે અમે ફટાકડા ફોડતા હતા ત્યારે મેં મારું નેટબુક ચાલુ કરી ને વુફર સારા એવા અવાજે મુક્યું હતું (તકલીફ એ હતી કે એમાં કિશોરકુમાર ના બદલે અંગ્રેજી ગીતો હતા। — ઇકોન નહિ હો ભાઈ।)।
સોસાયટીમાં આવતા જતા અમુક ડોસા-ડોસીઓ એમના નાક ના ટેરવા ઊંચા કરી રહ્યા હતા। એટલે મને જરા મન થયું કે લખી દો .
કદાચ તમને પણ આવા સવાલો નો મારો ઝીલવો પડ્યો હશે 🙂
Advertisements

6 thoughts on “સળગતા સવાલો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s