થોડો વધુ પ્રેમ

શું તમે કોઈ ને પ્રેમ કરો છો?
આ સવાલ નો તમે જાહેર માં જવાબ આપી શકો?
તમે કદાચ ના પડશો !
(તમારા મન માં આ પ્રશ્ન નો જવાબ આપો અને પછી આગળ વાંચો)
તમને થશે કે પેલીનું નામ કે પેલાનું નામ આમ થોડું બધાને જાહેઅરમાં કહી દેવાય? એતો માત્ર મારા મિત્રો સુધી જ સીમિત હોય? ક્યારેક તો એ માત્ર પોતાના સુધી જ સીમિત હોય છે?
ઘણા પાછા સાવ કાચા કુંવારા હોય છે (ક્યાય સેટિંગ ના થયું હોય એવા) એટલે બચારા ખોટું ખોટું હસતા પણ બોલી જાય કે ના કોઈને પ્રેમ નથી કરતો?
પણ આનો જવાબ શું તમે મક્કમતા થી હા ના કહી શકો?
શું તમે તમારા માં-બાપ કે ભાઈ બહેન કે મિત્રો ને પ્રેમ નથી કરતા ? તો કેમ ના પડી પહેલા કે ના કોઈને પ્રેમ નથી કરતા?
પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે એક નાજુક લાગણી નો તાંતણો જે તમને કોઈની સાથે જોડે. એ તમારા માં-બાપ, ભાઈ બહેન, કોઈ બીજા સગા કે મિત્રો કે કોઈ એવી ઓળખીતી વ્યક્તિ પણ હોઈ શકે કે જેની સાથે તમારે કોઈ સંબંધ નથી.
પણ ઘણા લોકો એમ સમજે છે કે પ્રેમ એટલે કે કેટલા ટેડી બેઅર ગીફ્ટ માં આપ્યા?
મારા માટે પ્રેમ એ છે કે જેમાં એક માણસ શેફ શરમ રાખ્યા વિના પોતાનું ઘર ચાલવા, પોતાના બાળક ને સારી સ્કૂલ માં ભણાવા માટે ઓફિસો માં કચરા-પોતા કરીને કમાય છે. પ્રેમ એ છે કે પત્ની અને બાળક શાંતિ થી સુઈ શકે એટલા માટે પતિ મોડી રાત સુધી ઓફીસ માં કામ કરે.
હું આખો દિવસ ઓફીસ માં કામ કરી ને જયારે ઘેર જાઉં ત્યારે ટીઆ અને કોકું મારી રાહ જોઇને બેઠા હોય (રાત્રે 12 વાગ્યા હોય કે 2 ટીઆ રાહ જોઈ બેઠી હોય).આને કહેવાય પ્રેમ।
કોકું કોઈ જ આશા કે અપેક્ષા (મારે કે કોકું ને આ બંને જોડે કોઈ સંબંધ નથી) વગર મારી રાહ જોતો હોય. હું ઘેર પહોચું તો એ આવી ને મારી જોડે બેસી જાય। મને અગણિત સવાલો કરે. રાત્રે અમે સુઈ જૈયે ત્યારે પણ એના સવાલો ના મારા ચાલુ હોય। એ ઘણી વાર પૂછે દિવસમાં કે ડેડી ક્યારે આવશે। એ સાચો પ્રેમ છે.
પ્રેમ અને સંબંધો માં જો તમે આશા અને અપેક્ષા ના રાખો તો તમે એને ખુબ સરસ રીતે માણી શકો છો.
કોક ને થશે આજે તો બાબા બગડ્યા છે। ચાલો પતાવો જલ્દી… 🙂
Advertisements

4 thoughts on “થોડો વધુ પ્રેમ

  1. 1} એમ ને એમ મળતો જેમ { હીરો } એટલે પ્રેમ !

    2} અને જેના માટે જવાબદારી ઉપાડવાનું મન થાય તે પ્રેમ !

    3} જે યાદ આવે તે પ્રેમ !

    4} અને છેલ્લે સુધી જેમ નો તેમ રહે તે પ્રેમ 🙂 , પ્રેમના સાગરમાં ધૂબકા લગાવતા રહો .

  2. સંતાનનો માતા અને પિતાનો પ્રેમ સુંદર જ રહેવાનો !! અને પતિ-પત્નિના પ્રેમને ઉંડાણથી સમજાવવામાં ગુજરાતી ફિલ્મ ‘બેટર હાફ’ને હું મારો આદર્શ ગણી શકું, તેમાં પ્રેમ વિશે સૌથી વધુ ગમેલી બે વાતો –
    •જેની સાથે રહીને વૃધ્ધ થવાનું મન થાય તે પ્રેમ.
    •એકબીજાની જરૂરિયાત હોવી અને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો એ બન્ને અલગ વાત છે.

    Ref. : http://marobagicho.wordpress.com/2012/04/18/better-half/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s