ફોન સર્વિસ પ્રોવાઈડર

1) BSNL
આમ તો સેલ ફોન  નવા નવા નીકળ્યા હતા ત્યારે BSNL ના ટાવર પંકાયેલા હતા. એવો જોક પ્રચલિત હતો કે BSNL નું કાર્ડ લો તો ટાવર પણ લેવો તો સિગ્નલ પકડાય. BSNL ની સર્વિસ પણ પ્રખ્યાત છે. વાત જાણે એમ બની કે અમારે ગયા મહિના નું જે બીલ આવ્યું એ ભરવા પપ્પા ગયા તો એમણે Rs ૧૦ બીલ આવ્યું છે એમ કીધું. પપ્પા વિચારે અહિયાં મારી જોડે છે એમાં ૮૭૫ લખ્યા છે ને આ બેન કેમ આવું બોલે છે? પછી એમણે કહ્યું કે બીલ માં લોચો લાગે છે તમે એક્ષ્ચેન્જ જાવ. ત્યાં ગયા તો ત્યાં પણ એવું જ (કેમ ક જે પ્રોગ્રામ બીલ બતાવતું હતું એતો એ જ રહેવાનું ને). મને શનિવાર થી BSNL ના SMS નો મારો થયો હતો મોબાઈલ પર.   દર ૧૫-૨૦ મીનીટે મારા મોબાઈલ પર મેસેજ આવે કે તમારું બીલ Rs . ૧૦ ભરાઈ ગયું છે. મને થાય કે આ શું?
પછી એવું નક્કી કરવામાં આવ્યું કે સીસ્ટમ ખરાબ છે તમે આવતા મહીને ભેગું બીલ ભરી દે જો. (એમને શું કહું કે મને તો પહેલા થી જ ખબર છે કે આ દેશમાં ઘણી બધી સિસ્ટમો ખરાબ છે). આવતા મહિના ની રાહ જોઈએ શું બીલ આવે છે?
  
2) Reliance
અમારો ઓફીસીઅલ ચા વાળો રિલાયન્સ નો ફોન વાપરે છે. અમારે પણ ઓફીસ માં એક રિલાયન્સ નો ફોન છે. એટલે અમે એને મફત માં ચા નો ઓર્ડર એ ફોન થી આપીએ. પણ એ ફોન થી કોલ કરીએ એટલે પહેલા તો બીઝી આવે. બીજી વાર કરો તો અંદર પેલા બેન બોલે નંબર તપાસો. શું તપાશું? સવારે એજ  નંબર પરથી ચા મંગાવી તી ને..  થોડી વાર ચાલે ને કોક વાર એક વાર માં લાગી પણ જાય.
 
3) Airtel
આ લોકોનો ભારે ત્રાસ. કોલ કરવા નંબર ડાયલ કરીએ એટલે અંદર પેલા બેન પહેલા કહી દે કે તમારું બેલેન્સ ઓછું છે અને બધી ઓફરો બોલવાનું ચાલુ કરે. એને કહે ટોપી ઓછું લાગતું હોય તો પુરાવી દે થોડું પણ ગામ આખાની વચ્ચે ઓછું બેલેન્સ છે એમ ના બોલ. કોઈને અરજન્ટ માં કોલ કરવાનો થાય હાર્ટએટેક (નો હુમલો — એટેક એટલે જ હુમલો… પણ અમે રાજકોટ હતા ત્યારે એક દોસ્ત ના બાજુ વાળા બેન આવું બોલતા. હાર્ટ એટેક નો હુમલો થયો. એટલે યાદ આવ્યું.)  આવ્યો હોય તો એતો બીન્સ ઓછું છે એમ સાંભળી ને જ મારી જાય 🙂
 
આમના સિવાયના પ્રોવાઈડર સારા છે એમતો નહિ જ. બધાની થોડી ઘણી લપ્પન છપ્પન તો છે જ.  પણ આ લોકો એ મહાનતા ની હદ વટાવી છે. આશા રાખું એ આ સર્વિસ પ્રોવાઈડર લોકો આ વાંચીને મારી મેથી મારવાનો પ્રયત્ન ના કરે અને એટલો સમય એમની સર્વિસ સુધારવામાં કરે.
 
[નોંધ: જો તમે આ સર્વિસ પ્રોવાઈડર છો અને તમને આ વાંચી ને દુખ થયું કે ઘુસ્સો આવ્યો હોય તો તમે આ બ્લોગ ફરી ક્યારેય વાંચતા નહિ. આ મારો પર્સનલ બ્લોગ છે અને જે લોકોને આ બ્લોગ ના ગમે એ લોકોને હું અધિકાર નથી આપતો કે એ લોકો આ બ્લોગ ફરીથી વાંચે. તમને ગમે તો વાંચો ના ગમે તો ના વાંચો પણ કોઈ માથાકૂટ ના કરો. મારી લેખનની સ્વતંત્રતા પર તરાપના મારતા 🙂 ]
Advertisements

One thought on “ફોન સર્વિસ પ્રોવાઈડર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s