૨ વર્ષ પુરા થયા

આજે આ બ્લોગ ને ત્રીજું વર્ષ બેઠું છે.  લખવાનું ટુકડે ટુકડે ચાલુ છે. પહેલા નવરો હતો એટલે બહુ લખતો અને સારું લખતો હતો. હવે જરા જવાબદારી ભર્યું કામ કરી રહ્યો છું એટલે સમય મળતો નથી. પણ હા પ્રયત્ન ચાલુ છે.
થોડા વર્ષો પહેલા એક સંબંધી દાદા ને મળવાનું થયું હતું. સમાજ ના સંમેલન માં એમને મળ્યો ત્યારે એમણે થોડા જુના ગીતો / લોક ગીતો ગાયા અને બધા ને સંભળાવ્યા. બધાને બહુ મજા આવી.  જમવાના સમયે જયારે એ દાદા સાથે વાત થઇ ત્યારે મમ્મી એ પરિચય આપ્યો કે આ અમારો નાનો બાબો (હે હે હે , ૨૫ વર્ષ ના હોઈએ તો બી આપડે તો નાના બાબા જ રહેવાના).  એ મારા દુર ના માસા થતા હતા. પછી એમણે આગળ વાત થતા મને કહ્યું કે આ જે ગીતો મેં આજે ગાયા એ તારી દાદી (પપ્પા ના મમ્મી) એ લખ્યા હતા જયારે દાદી જુવાન હતા અને એ સમય થી આપડા સમાજ માં આ ગીતો પ્રચલિત છે.  હવે જુવાનીયાઓને એની ખબર નથી પણ અમને ડોસાઓ  ને આવડે આ ગીતો. મને ઘણું સારું લાગ્યું આ સાંભળી ને. મારા કાકા પણ ખુબ સારું લખે છે. અને એ એક મેગેઝીન માં ખુબ વર્ષો સુધી લખતા રહ્યા હતા. કદાચ ને દાદી નો આ ગુણ મારામાં આવ્યો છે ને હું આ બધું ઠપકારી દઉં છું.  મારા દાદી એ સમય માં શિક્ષિત હતા ને શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. નોકરી / ઘર બધા માંથી સમય મળતા એ આ ઈતરપ્રવૃત્તિ કરતા હતા.
Advertisements

2 thoughts on “૨ વર્ષ પુરા થયા

  1. આપના બ્લોગ જગતમાં પ્રવેશને બે વર્ષ પૂરા થયા જાણી આનંદ અને ખૂબ ખૂબ અભિનંદન ! આવનારા વર્ષોમાં પણ વિવિધ વિષયો ઉપર આપના વિચારો જણાવી બ્લોગ જગતને લાભ આપતા રહેશો તેવી શુભકામનાઓ સાથે-
    સ-સ્નેહ
    અરવિંદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s