રાજા અને એનો વાંદરો

એક રાજા હતો એની પાસે સારા સિપાહીઓ અને ચાકરો હતા. આ બધા સિપાહીઓ અને ચાકરો હમેશા રાજાની સેવામાં ખડે પગ હાજર રહેતા. એક દિવસ રાજાના દરબાર માં એક મદારી આવ્યો. એ મદારીએ રાજાને એક વાંદરો બતાવ્યો. એ વાંદરો ખુબ જ સરસ ખેલ કરતો હતો. રાજા એ વાંદરાના ખેલ જોઇને એનાથી ખુબ પ્રભાવિત થઇ ગયો, પણ રાજા એ ભૂલી ગયો કે આતો એક વાંદરો છે અને એ જે ખેલ કરે છે એતો પહેલા થી નક્કી કરેલા અને એને સીખવાડેલા  ખેલ જ છે. એ કોઈ નવી વસ્તુ એના મગજથી વિચારીને નથી કરતો. એ વાંદરો બસ અહી-ત્યાં થી કશુક જોઈ કરી ને કરતો હતો. પણ રાજા એને એક વિદ્વાન માણસ સમજવા લાગ્યો. રાજાએ પેલા મદારીને વાંદરા માટે પુષ્કળ પૈસા આપ્યા. રાજાએ એ વાંદરાને એના દરબારમાં એની પાસે જ સિંહાસન માં બેસાડી દીધો. એ જોઇને એના દરબારીઓ / મંત્રી / સેનાપતિ બધાને ખુબ ખરાબ / અપમાનજનક લાગ્યું. ઘણાને એ વાત પર ઘુસ્સો પણ આવતો. આ લોકો લાંબા સમય થી રાજાના વફાદાર લોકો હતા ને રાજા એમને ભૂલીને એક કરતબ-બાજ વાંદરાનો ચાહક બની ગયો હતો.  વાંદરો રોજ એના માલિકે સીખ્વાડ્યા પ્રમાણે કશુક નવું કરતો. એટલે રાજા વધુ ને વધુ પ્રભાવિત થતો. વાંદરાને પણ એક વસ્તુ સમજ આવી કે હું કંઈક નવું / સારું કરીશ તો રાજા મારાથી ખુસ થશે. એટલે એ ના હોય એવા ખેલ કરી ને રાજા ને ખુસ કરતો.  
 
એક દિવસ રાજાના મહેલમાં એક બિલાડી ઘુસી ગયી. વાંદરો એનો પીછો કરતો કરતો ઘણી જ સ્ફૂર્તિથી એની પાછળ દોડ્યો.  એ જોઇને રાજાને લાગ્યું કે આ વાંદરો એના સિપાહીઓ કરતા ઘણો જ સ્ફૂર્તિલો છે. હદ તો ત્યારે થઇ જયારે રાજા એ એના સિપાહીઓને રુક્સત આપીને એ વાંદરાને ચોકી પહેરા માટે મુક્યો. એ વાંદરો તો ખુસ થઇ ગયો. અધૂરામાં પૂરું રાજા એ એ વાંદરાને એક તલવાર પણ આપી કે એ વાંદરો જરૂર પડ્યે એ વાપરે.
બધા દરબારીઓ / સિપાહીઓ / સેવકો અને મહેલા ના બીજા લોકો એ જોઇને ઘણા ઘુસ્સે થતા પણ એ લોકો રાજાની સામે બોલી શકે એમ ના હતું. એક દિવસ રાજા ઊંઘતો હતો અને બારી માંથી એક બિલાડી ફરીથી મહેલ માં ઘુસી, વાંદરો છુપાઈને એની પાસે ગયો અને તલવાર નો એક ઘા અને બિલાડી ના ૨ કટકા. સવારે એ વાત રાજાએ બધા દરબારીઓને કહી સંભળાવી. રાજાએ આખા દરબાર વચ્ચે વાંદરાના તલવાર ચલાવના કૃત્ય પર વાહ વાહ કર્યું. એ સાંભળી ને વાંદરો ખુસ થઇ ગયો.
 
હવે બન્યું એમ કે એક દિવસ રાજા ઊંઘતો હતો અને રાજાના મોં આગળ એક માખી ઉડ્યા કરતી હતી. રાજા ઊંઘમાં એના હાથ ફેરવતો હતો. એ જોઇને વાંદરાને થયું કે ચાલો રાજા ને મદદ કરીએ અને વાહ વહી લઈએ. વાંદરો કુદ્યો રાજાની બાજુ માં અને ફેરવી તલવાર. ના થવાનું થયું… એક ઘા અને રાજા ના નાકના ૨ કટકા.
 
રાજાને ભૂલ સમજાયી પણ ઘણું મોડું થઇ ગયું હતું.  
 
આ એક બહુ જૂની વાર્તા છે, પણ ઘણી વખત અમુક મોટી કોર્પોરેટ ઓફીસ માં જાઉં એટલે આવા વાંદરા જોવા મળે. એમને જોઉં એટલે આ વસતા યાદ આવે. વાત સારી લાગે કે ખરાબ, ખોટી લાગે કે સાચી પણ આજકાલ મોટા ભાગની મોટી ઓફિસો માં આવા વાંદરાઓ વધી ગયા છે. અને રાજાને આવા વાંદરાઓ બહુ ગમે છે. એ વાંદરાઓ રાજા ની હા માં હા મિલાવે, ના માં ના મિલાવે. રાજાને ગમે એ હીરો એમને પણ ગમે. રાજાને ગમે એ રમત એમને પણ ગમે. રાજાની આદત હોય એવી આદતો પોતાના માં પેદા કરે. રાજાને સારું લાગે એવું બોલે. રાજાને ઘેર જમવા બોલાવે. ઘર ના પ્રસંગ માં રાજાને બોલાવે. પોતાના ટીફીન માં કંઈ નવી વાનગી આવીં હોય તો રાજાને આપવા દોડે. રાજાને બરાબરનું માખણ લગાડે.
 
વાર્તા પૂરી ભાઈયો…
 
હશે ભગવાન, આપડું તો શું થશે ખબર નહિ 🙂
તમે ક્યાય આવા વાંદરા જોયા હોય તો જરૂર થી જણાવશો
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s