પ્લાન ઓફ એક્શન – 5 May 2012

આજે બહુ દિવસે મેળ પડ્યો છે.. બ્લોગ લખવાનો અને જોર જોર થી ગીતો વગાડવાનો 🙂
એમાં પણ શોધી શોધી ને જુના રેમિક્ષ / હિમેશ ભાઈ ના ગીત / જુના અંગ્રેજી ગીતો વગાડી રહ્યો છું.  
સવારે ઉઠી ને નાસ્તો કર્યો ને પછી સીધું ડબલું ( અહી ડેસ્કટોપ કોમ્પ્યુટર વાંચવું – ટીઆ એણે ડબલું કહે છે.) એને લાગે છે કે હું એના કરતા આ ડબલા ને વધારે પ્રેમકરું છું અને એની સામે વધારે બેસી રહું છું.  વાત તો સાચી છે પણ ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યાં ? (ડબલા સિવાય તો મને કશું આવડતું નથી – કમાવાનો કોઈ બીજો રસ્તો હાલ માં તો નથી)
સવાર સવાર માં (૧૧:૦૦ વાગ્યે ) ઉઠ્યો ને જોયું તો મોબાઈલ માં ૭ મિસ કોલ્સ. બધા ને કોલ કર્યા , કશું ખાસ કામ ન હતું એ જાણી ને આનંદ થયો. પાછો ઓફીસ ના કામે લાગ્યો. થોડી વાર કામ કર્યું. પછી મારા હીરો (અહિયાં કોકુ એમ વાંચવું – પણ હા એ મારો એકલા નો નહિ ઘણા બધા નો હીરો છે ) ની યાદ આવી તો થોડા એના પોસ્ટર (અહિયાં ફોટા એમાં વાંચવું) જોઈ લીધા. જુના ફોટા જોઇને મજા આવી ગયી.  
 
બપોરે બરાબર ના તડકામાં ફરવા જવાનો પ્લાન છે અને ટીઆ માટે એક સરપ્રાઈસ છે.   

Leave a comment