ફલ કી આશા રખ પર કર્મ કિયે જા

કાલે રાત્રે ઓફીસ થી ઘેર જવા નીકળ્યો હતો, મારા ફ્લોર પર જ એક બીજી ઓફીસ છે એ પણ ખુલ્લી હતી. એમાં કામ કરતો એક ભાઈ બહાર ઉભો ઉભો સિગરેટ પીતો હતો. મને જોઈ ને પૂછે, પેલી સામે છે એ ઓફીસ માં કામ કરો છો. મેં કીધું હા.. તો કહે આ BOSS લોકો ક્યારે સમજશે (૨-૩ ગુજરાતી/અંગ્રેજી અપશબ્દો બોલી ગયો એના બોસ માટે). મને તો એવું જોરદાર હસવું આવ્યું એની વાતો સાંભળી ને કે ના પૂછો વાત. મેં કીધું ભાઈ કામ તો કરવું પડશે ને ના કરીએ તો થોડું ચાલે. મફત ના પગાર થોડા મળે.
હું એક વસ્તુ માનું છું કે જો તમારે પ્રોજેક્ટ મેનેજર બનવું હોય (કારકિર્દી માં મોટા માણસ) તો પ્રોજેક્ટ માં કામ તો કરવું જ પડશે ને.
બધાને આઈફોન રાખવા હોય છે, આઈફોન ખરીદી શકાય  એવો પગાર પણ જોઈએ છે.. પણ એ પગાર મળે એ માટે જે કામ કરવું પડે એ કરવા ઘણા તૈયાર નથી હોતા.
મારા એક જુના ઓળખીતા સાહેબ આવું કહેતા.. “સાલા સબકો રાત કો મસ્ત સોના હૈ ઔર સુબહ ઉઠકર કેબીન મેં હી જાના હૈ, કામ કિસી કો નહિ કરના પર પગાર બડી બડી ચાહિયે.. ” કોઈ ને આ સાંભળી ને લાગશે કે આ BOSS કેમ આવું બોલ્યા. પણ એ બિલકુલ સાચા છે. જો તમે પગાર પૂરો ૧૦૦% લો છો તો તમે કામ પણ પૂરું ૧૦૦% કરો. (મેં ઘણા લોકો જોયા છે પર્સનલ ઇમેલ ચેક કરતા હોય,ચેટીંગ કરે,ઓફીસ માં જ અંદર આટા-ફેરા મારે, અંગ્રી બર્ડ રમે :P, ઓરકુટ-ફેસબુક કરે પણ પગાર તો ૧૦૦% લે. આવું થોડું ચાલે.)
તમે  દુકાન માંથી સફરજન લાવશો તો એ તમને ૧૦૦ થી ૧૩૦/- રૂપિયા માં આપશે. તમે એને પુરા પૈસા આપશો તો જ આપશે. પછી એના સામે જો એ તમને એકાદ બગડેલું સફરજન આપી દે તો? તો પછી તમારા પુરા પગાર સામે તમે પૂરું કામ કેમ નહિ કરો?
હું એમ નથી કહેતો કે “કર્મ કિયે જા ફલ કી આશા મત રખ”. ફળ ની આશા તો રાખવી જ પણ એ ફળ મેળવવા માટે કર્મ તો કરવું જ પડશે અને પૂરેપૂરું ૧૦૦% કર્મ કરવું પડશે.

ઓહ, જરા ભારે ભારે લખાઈ ગયું.. હું તો માત્ર પેલા ભાઈ ના શબ્દો પર કટાક્ષ કરી રહ્યો હતો. 
આજ ની જોક:
A woman was kidnapped. Kidnapper sent a piece of finger to her husband and demanded money. Husband replied, I will send all money but please send more proofs ( MUNDI BHEJO MUNDI ) !
Advertisements

One thought on “ફલ કી આશા રખ પર કર્મ કિયે જા

  1. Good One. Hu to manu chhu Karm kiye jao Fal ki aasha mat rakho, Fal to malshe j – aaje nahi to kale – aa company mathi nahi to biji co. mathi. Karm sathe friendship karo and make sure that you like what you are doing, do not do anything which you don’t like. Work for yourself not for others, even if you are employee, still work for your self not for the company. As soon as you think you are working for somebody, you will loose the interest.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s