પાયરસી: મારા થોડાક વિચારો

પાયરસી અને કોપી-પેસ્ટ બંને થોડી અલગ વસ્તુ છે.

આ પોસ્ટ ના શીર્ષકને કાર્તિક ભાઈ ની પોસ્ટનું કોપી પેસ્ટ જ કહી શકાય જેનું શીર્ષક છે પાયરસી: મારા વિચારો.
ઘણા લોકો આને પોતાની કલાત્મકતા કહેશે કે કોઈની કૃતિ ને વાપરી (હા… વાપરી દીધી એમ જ કહેવાય) ને નવું સર્જન કરી દે. રિમિક્ષ ગીતો પણ આમાં આવી જાય. પણ હા રિમિક્ષ માં એક કલાત્મકતા હોય છે અને રિમિક્ષ બનાવવું એ બહુ મોટી વસ્તુ છે બાકી મેતો એવા હજારો ગીતો સાંભળ્યા છે જે રિમિક્ષ ના નામે આપણા માથે મારવામાં આવ્યા હતા થોડા સમય પહેલા( જયારે રિમિક્ષ નો જમાનો આવી ગયો હતો). જો રિમિક્ષ ને જાણવું / માણવું જ હોય તો સાંભળો નુરી – બાલી સગુ.
કોઈ ની કૃતિને/સર્જનને (ટુક માં કોઈ ની કોઈ પણ વસ્તુ ને) તમે વાપરી લો એને પૂછ્યા વગર તો એ સારું ના કહેવાય. બ્લોગ અને બીજા ઓનલાઈન સાહિત્યો માં લોકો કહે છે કે નીચે સંદર્ભ લખી દેવો અથવા મૂળ લેખક ની પરવાનગી લેવી સારી. તમે કોઈ ની વસ્તુ ઉપાડી ને મૂકીદો અને લાખો કે અહિયાં થી લીધી છે તો એના થી એ લેખક ને કધાચ નુકશાન નહિ થાય પણ તમને તો ફાયદો થતો જ હોય છે ( 😛 ). મારો એક મિત્ર હતો ( એ ચંબુ મિત્ર તો નાતો, SEO નો જાણકાર માણસ છે અને એક કંપની માં કામ કરે છે.) એ ભાઈ કોઈ પણ બ્લોગ પર થી ફોટા / સાહિત્ય લઇ આવે અને એના બ્લોગ માં મૂકી દે. ગુગલ ની અને બીજી એડ મૂકી છે એટલે જેટલા લોકો જોવા આવે એમ પૈસા મળે એ ભાઈ ને. એમ કરી ને પણ એ ભાઈ ૨-૩ મહીને ૨૦૦-૩૦૦ USD ભેગા કરી દે છે. આતો કોઈ ના લખાણ નો ઉપયોગ કરી ને કામની કરી એમ જ કહેવાય ને ભલે ને તમે નીચે સંદર્ભ લખો.
હમણાં  થોડા સમય પહેલા મારા બ્લોગ પર એક પોસ્ટ કરી હતી એ પોસ્ટ મને કોઈ ઇમેલ માંથી આવી હતી. મને એ વસ્તુ સારી લાગી એટલે મેં લખી દીધી. હવે મારા પહેલા કોઈ બીજા ભાઈ ને ઇમેલ માં એ લખાણ આવ્યું હશે અને એમને એમના બ્લોગ માં લખી દીધું હતું ( હું તો જોવા પણ નથી ગયો કે એમના બ્લોગ માં હતું કે નાતુ અને એમને સંદર્ભ માં શું લખ્યું હતું?). પણ એ ભાઈએ મને કહ્યું કે આ પોસ્ટ તો મારા બ્લોગ માં છે. તમે નીચે સંદર્ભ લખો. અલા ભાઈ, જબરું લાવ્યા એતો. પણ મારી પાસે કઈ એમની જોડે વાતો એ વળગવાનો કે દલીલો કરવાનો સમય ના હતો એટલે એ પોસ્ટ મેં કાઢી દીધી. મારે થોડી એમ પોસ્ટ લખી ને ચાના ખાવાના હતા એમાં થી 🙂 .  પણ એક સવાલ એ છે કે એ પોસ્ટ પણ એ ભાઈ એ જાતે તો નહિ જ લખી હોય. એમને કોઈ ઇમેલ, કોઈ પુસ્તક કે બીજી કોઈ જગ્યાએ થી જ મળી હશે. તો મારે એમના બ્લોગ નો સંદર્ભ કેમ આપવો?
જેમ પેલા મારા મિત્રે એના બ્લોગ પર લાખનો મૂકી ને કમાણી કરી લીધી એને એક પ્રકાર ની પાયરસી કહેવાય.
મેં તો સાયબર કેફે માં ઘણા નાના બાળકો ને જોયા છે કે જે વીકીપીડીયા ના પેજીસ ની પ્રિન્ટ કાઢી ને ઘેર લઇ જાય અને એને વાપરી ને સ્કૂલ ના લેસન પુરા કરે. આને શું કહેશો? કોપી કરનાર ચોર બાળક જે ઇન્ટરનેટ નો જાણકાર ચાલક બાળક?
કહેવાને ઘણું છે પણ સમય નથી.. બસ એટલું જ કહીશ કે કોપી-પેસ્ટ કરવું ના કરવું તમારા અને તમારા કીબોર્ડ ના હાથ માં જ છે (હા હા હા..).
કોઈ ને તકલીફ હોય તો જરૂર થી કમેન્ટ આપશો.
કાર્તિક ભાઈ ની પોસ્ટ માં ૨ બહુ સારા સંદર્ભ ટાંકેલા હતા..
એક બહુ જ મોટો બ્લોગ.. http://thecopypasteblog.કોમ. મને નથી લાગતું કે આ ભાઈ જાતે આ બધું લખતા હશે 😛 (શું સમજ્યા?)
Advertisements

5 thoughts on “પાયરસી: મારા થોડાક વિચારો

 1. ઊંઘતા પહેલાં ફટાફટ કોમેન્ટ કરી રહ્યો છું. આડા-અવળા ક્રમમાં હોઈ શકે છે..

  વિકિપીડિઆની પ્રિન્ટ કાઢી, વાંચી હોમવર્ક કરનારા બાળકો ચબરાક કહેવાય. કારણ કે, તેમને ૧. ઇન્ટરનેટ વાપરતા આવડે છે, ૨. તેમને ખબર છે કે સર્ચ કઈ રીતે કરવી.. પણ ઢગલો બ્લોગરને પોતે કોપી કરેલું કન્ટેન્ટ ગુગલમાં બીજા બ્લોગ પર છે કે નહી તે શોધતા નથી આવડતું 🙂

  તમે જે પોસ્ટ મૂકી હતી એનો જો સોર્સ ખબર ન હોય તો ન મૂકવી. સિમ્પલ. બીજા મૂકે એટલે આપણે એવું કરવું એ જરુરી નથી 😉

  રીમીક્ષનો કન્સેપ્ટ ખરેખર સારો હતો જેની બોલીવુડે પત્તર ફાડી દીધી. ખેર, હોલીવુડમાં કે બીજે મસ્ત રીમીક્ષ અને ક્રિએટિવીટીની ઘટનાઓ બને છે. સમય આવ્યે મારા બ્લોગ પર આ વિશે અલગથી પોસ્ટ મૂકીશ. ટોપિક યાદ કરાવવા બદલ થેન્ક્સ!

  • ૧) ” ઢગલો બ્લોગરને પોતે કોપી કરેલું કન્ટેન્ટ ગુગલમાં બીજા બ્લોગ પર છે કે નહી તે શોધતા નથી આવડતું ” તમારી આ કોમેન્ટ માટે કહીશ કે.. અહી મને થયેલા ખરાબ અનુભવ વિષે કહ્યું છે પોતે ના લખેલા લખાણ પર પણ ઘણા લોકો પોતાનું હોવાનો દાવો કરે છે ( માત્ર એટલા માટે કેમ કે એણે પહેલા કોપી કર્યું હતું… બરાબર ને !) . બાકી મારી પાસે વર્ડપ્રેસ નું એક પ્લગ-ઇન છે જેને બ્લોગ માં મુકતા સાથે એ તમારી પોસ્ટ જેવી જ બીજી પોસ્ટ દુનિયા માં ક્યાં ક્યાં મુકાયેલી છે એનું એક લીસ્ટ આપી દે છે (બધા તો ના શોધી શકે પણ હા ઘણા બધા શોધી કાઢે છે). મેં મારા એક ટેમ્પરરી બ્લોગ માં આ પ્લગ-ઇન મુક્યું હતું. કોઈ મોટા બ્લોગ માંથી કોપી મારી ને પોસ્ટ મુકવાની પછી જોવાનું બધા કોપી કરનારા લોકોનું લીસ્ટ. બહુ મજા આવે.
   ૨) કોમ્પ્યુટર / ઈન્ટરનેટ વાપરતા નાના ભૂલકાઓ ને હું જરૂર ચબરાક કહીશ અને મને તો એ જોઇને ઘણો આનદ થયો હતો કે બાળકો આટલા હોશિયાર છે.
   ૩) રિમિક્ષ બહુ જ ક્રિએટીવ વસ્તુ છે અને ઇન્ડિયા માં ઘણા જ સારા રિમિક્ષ કલાકારો છે. પણ હા ઘણા બહુ જ ખરાબ કલાકારો પણ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s