ઉતરાયણ ની નોંધ

 • ૧૩ તારીખે ઓફીસ થી મોડો મોડો ઘેર આયો :(. ટીઆ અને કોકુ ઓલરેડી ઘુસ્સે થઇ ને બેઠા હતા. પણ એમને ખબર છે કે કેટલું બધું કામ છે એટલે બોલ્યા નહિ. ફટાફટ જમી ને નીકળ્યા પતંગ / ફીરકી અને એસેસરી લેવા.
 • થોડા પતંગ લીધા (પતંગ ના ભાવ તો જુવો.. ૧૬૦ /- ના કોડી પતંગ) , ૨ ફીરકી , ના ૩ફીરકી લીધી (એક નાની કોકુ ની પણ).
 • કોકુ માટે પીપુડા, હાથ પર લાગવાની સફેદ પટ્ટી.
 • ૧૪ તારીખે સવારે થોડા મોડા ઉઠ્યા. ઉઠી ને તૈયાર થઇ ને ઉપડ્યા પતંગ ચગાવા.
 • સવાર સવાર માં થોડા પતંગ ચગાયા, કોકુ ને એમાં મજા આવી ગયી કેમકે પતંગ ચગાવીને હું એણે આપી દઉં ને પછી એ કપાવી દે કોઈની જોડે. પણ પતંગ કપાય એમાં પણ એ ખુસ થઇ જાય ને નાચવા લાગે.
 • બપોરે દોસ્ત લોકો ને મળવા ગયો હતો એના ઘેર. એક સારો ફોટો પાડ્યો છે. એ મુકીશ શોધી ને.
 • જમવા માં ઊંધિયું હતું જે ઝાપટવા માં આવ્યું હતું, પણ મારા ફેવરેટ મોટા મસાલા ભરેલા બટાકા નો અભાવ હતો એટલે એનો વસવસો રહી ગયો.
 • બપોર પછી તો પવન જ ન’તો. ટીઆ અને કોકુએ થોડા પ્રયત્નો કર્યા. દાદા એ પણ ચગાવ્યા પણ બહુ સફળતા ના મળી. મારું તો માથું દુખવા લાગ્યું હતું એટલે સુઈ ગયો બપોરે.
 • સાંજે ઉઠી ને થોડા પ્રયત્નો કર્યા.
 • અંધારું થતા જ ફટાકડા ને તુક્કલો સારું થઇ ગયા.
 • ફટાકડા થી કોકુ બહુ બીવે, એટલે અમારે એ નજરો જોવાનો રહી ગયો.
 • એ રડવા લાગ્યો અને ડેડી ને વળગી પડ્યો. એટલે ડેડી અને ટીઆ નીચે ઘેર આવી ગયા.
 • સાંજે ભાજી પાવ દબાવવામાં આવ્યા હતા.
 • ૧૫ તારીખે પાછું સવારે ચડ્યા ધાભા પર અને મજા કરી.
 • પવન સારો હતો એટલે પતંગો ચગ્યા.
 • બપોરે બહુ મજા કરી બધાએ. ખુબ જ પતંગો ચગાવ્યા.
 • બપોરે શું ખાધું યાદ નથી આવતું.. (હવે આ ઉંમરે યાદદાસ્ત ઓછી થઇ ગયી લાગે છે)
 • સાંજે ફરી થી ફટાકડા ફૂટ્યા ને કોકુ ગભરાયો. પણ આજે અમે હોટ એર બલુન લાવ્યા હતા એટલે એનું ધ્યાન એમાં જ હતું ને એણે કોઈ ફટાકડા સંભળાતા ના હતા.
 • બલુન સફળતા પૂર્વક ઉડાડવામાં આવ્યો હતો. એમાં બહુ મજા પડી.
 • પછી નીચે આવી ને  થાકી ગયેલા કોકુ ના ફોટા પાડ્યા.
 • છેલ્લે એક નવી વાનગી ખાવામાં આવી. ટીઆ એ નામ કીધું પણ સમજ ના પડી (દેશી ગુજરાતી વાનગી હતી).

 

 

બલુન
બલુન


Advertisements

4 thoughts on “ઉતરાયણ ની નોંધ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s