ઈશ્વર સાથે ઓનલાઈન ચેટિંગ

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતોત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ….  
ઈશ્વર:શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે?’
હું : ‘નામેં તમને બોલાવ્યા નથીતમે કોણ છો ?’ 
ઈશ્વર:‘વત્સ હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’ 
ઈશ્વર:‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છેમને તેનાથી કોઈ ફરક નથી પડતોતને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય?’
હું : ‘.કેપરંતુ હું અત્યારે નવરો નથીતમારી સાથે વાત કરવાનો મને સમય નથીતમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ? 
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’ 
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છેજિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છેઅત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે
ઈશ્વર : ‘ભાઈસવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છેએટલું ઓછું હોય તેમઅત્યારે તારા ‘પીક અવર્સમાં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છેઆને તું વ્યસ્તતા કહે છે ?તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે.’
હું : ‘અમે કાયમ ઉદાસનિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’ 
ઈશ્વર : સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છેતો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને?’
હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએઅમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છેતો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’ 
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું.જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત.જિંદગી દુ:ખી થવા માટે નથીઆ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છેકાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓમુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’ 
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છેજરાક તારી અંદર ખોજ કરથોડું આત્મદર્શન કરએમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’
હું : ‘તમે તો ઈશ્વર છોતો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’ 
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છેએને ઓળખવાની કોશિશ કર.મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છેથોડી ધીરજહિંમતવિશ્વાસ અને ઉત્સાહ રાખકપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી,એ પણ વહી જવાના છે.’
હું : ‘ચલોએ તો બરાબરપણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’ 
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લેબીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશતારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’
હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’ 
ઈશ્વર : ‘બેટાસારા માણસોની જ કસોટી થાય છેસોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છેએ રીતે પ્રશ્નોમુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’
હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’ 
ઈશ્વર : ‘એ જ કેપૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છેયુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’એવો પ્રશ્ન એને નથી થતો.
હું : ‘પ્રભુતમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’ 
ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છેતારી પાસે જે કંઈ છે,જેટલું છે એને ભોગવજે નથી એની ચિંતા ના કરીશસતત ફરિયાદ અને સરખામણી ન કરીશસતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છેભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહેનફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશેબીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે.થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’
હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છેમારા જવાબો ભવ્ય પર્વતોઝરણાંનદીઓસમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છેભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છેદરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છેપરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ?એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યુંઆ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભારમારા માટે કોઈ સંદેશ છે ?’ 
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખહું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશજિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથીમને યાદ કરજે,મારામાં નિષ્ઠા રાખજેકદીયે હતાશ થઈશ નહીંતું હાંક મારજેહું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલોછે..
સ્ત્રોત: રિશી ના ઈમેલ માંથી
Advertisements

6 thoughts on “ઈશ્વર સાથે ઓનલાઈન ચેટિંગ

  1. ઈશ્વર સાથે તમે કર્યું છે એવું જ ચેટિંગ અને આ જ શબ્દોમાં આ પહેલા ગોવિંદભાઈ શાહએ કર્યું હતું જે રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયું હતું!

    http://funngyan.com/2010/05/13/db-plagiarism/

    • તમારા માટે ક્યાં એવું છે. મૂકી દીધું માલિક 🙂
      હું તો નાનો માણસ જ છું જનમ્યો ત્યારથી. જનમ્યો ત્યારે કદાચ ૧ ફૂટ જેટલો પણ નહિ હોઉં.. હજુ આટલા વર્ષે પણ માત્ર ૫’ ૩” નો જ છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s