પાણીપૂરી


આજે હું કંઈ દિવ્યભાસ્કર ની જેમ  પાણીપૂરી વાળા વિષે ખરાબ ખરાબ બોલવાનો નથી કે એમની બુરાઈ કરવાનો નથી. મારે તો પાણીપુરી વાળા ઘણા દોસ્તો છે. અને એ લોકો ઘણા પૈસાવાળા/મોટા  લોકો કરતા દિલ ના ઘણા સારા છે. 


આતો વાત છે પાણીપુરી ને જે અમે ૨-3 દિવસ પહેલા ઘેર બનાવી હતી. 

સામગ્રી :
૬ બટાકા 
૧ વાટકો ચણા  
૧૦૦ પાણીપુરી 🙂
પાણીપુરી નો મસાલો
સંચળ 
ફુદીનો 
મીઠું / મરચું સ્વાદ અનુસાર 

મે અને ટીઆ એ મળી ને એવી સરસ પાણી પૂરી બનાવી હતી કે ૨ ઘડી થઇ ગયું કે ચાલો કોકુ પાણીપુરી સેન્ટર ખોલી દઈએ 😛 ( આમ પણ એ લોકો ઘણું સારું કમાઈ લેતા હોય છે – ઠીક છે જવા દો પૈસા ની વાતો. આમ પણ આપણી પાસે જે ના હોય એની વાતો કરી ને જીવ ના બાળવો જોઈએ )

પહેલા થોડી મમ્મી ને બનાવી આપી એટલે મમ્મી ને પપ્પા પાણીપુરી ખાવા લાગ્યા ( મમ્મી – પપ્પા ને બહાર નુ ખાવાનો બહુ શોખ નથી, એટલે એમને ૧૦ પાણીપુરી તો બહુ થઇ ગયી ). પછી કોકુ ને થોડી કોરી પૂરી પકડાવી દીધી. પછી તો હું ને ટીઆ બંને લાગી ગયા ખાવા. હું પૂરી બનાવતો જવું ને ખાતો જવું ને ટીઆ ને આપતો જવું. ૧૦૦ માંથી ૬૦ તો પૂરી કરી કાઢી અમે લોકો એ. આતો બટાકા નો મસાલો ખૂટી ગયો, નહિ તો બધી પૂરી પૂરી થઇ જતી 😛  

પાણીપુરી ખાવા કરતા ટીઆ જોડે મળી ને જે ખાધું એમાં વધારે મજા આવી (આમ પણ અમે જોડે એક જ થાળી માં જ જમીએ છીએ, એટલે  કંઈ નવું નથી).
હવે બ્રેડ પકોડા બનાવાનો પ્લાન છે. એ જોઈએ ક્યારે પૂરો થાય છે. 

આ બહાને હું નવી નવી વાનગી બનાવતા શીખી રહ્યો છું. 


3 thoughts on “પાણીપૂરી

Leave a reply to Anurag જવાબ રદ કરો