હેપી બર્થડે ભાઈ

આજે મારા મોટા ભાઈ મિલન નો જન્મ દિવસ છે. મારા ભાઈ નો પરિચય આપું તો એ ભણવા માં ઘણા જ હોશિયાર હતા. મમ્મી કહેતી કે હું એના થી પણ હોશિયાર હતો ને છું. પણ મને લાગે છે કે ના એજ મારા થી હોશિયાર હતા. અને ગણિત ના એક નિષ્ણાત માણસ. 

આપણી શિક્ષણ ની ખોટી નીતિઓ ને લીધે કદાચ મિલન ભાઈ આજે ગણિતના ક્ષેત્ર માં આગળ નથી. પણ એ ભાઈ નુ ગણિત એટલે તમે વિચારી ના શકો એટલું સારું હતું. INDIA લેવલ ની ઘણી પરીક્ષાઓ માં એમનો સારો દેખાવ રહ્યો છે. ગણિત ની એક સ્પર્ધા થાય છે શ્રી. વી રામાનુજ ના નામ થી. એ સ્પર્ધા માં એમનો ટોપ ૩ માં નંબર આવ્યો હતો. એ સિવાય પણ એ ST. XAVIER’S COLLEGE  માંથી ઘણી આવી સ્પર્ધાઓ માં ગયા હતા ને નંબર લઇ ને આવ્યા હતા. પણ કદાચ આપડા દેશ નુ / ગણિત નુ નશીબ કે કમનશીબ કે એ આજે આ ક્ષેત્ર માં નથી.

ઠીક છે જવાદો એ વાત. કોલેજ પછી એમને MCA કર્યું, રોલવાલા માંથી અને વિપ્રો જેવી મોટી કંપની માં જોડાયા હતા અને USA, GERMANY ૩ વર્ષ થી વધુ સમય રહી ને આવ્યા છે. હાલ માં તો એ અહમદાબાદ માં સ્થાયી છે અને ગુજરાત ખાતે ની સહુ થી મોટી એક કંપની માં જોબ કરે છે. 

જીવન માં ક્યારેય એમને હેપી બર્થડે ભાઈ એવું તો મે કીધું નતું, મને એમ લાગે કે હવે જોડે જ રહે છે ને એક ઘર માં એમાં શું કહેવાનું. એતો દોસ્ત હોય એને કહેવું પડે. પછી મોટા થયા પછી લાગે, હવે શું કહેવાનું, આટલા મોટા થઇ ગયા ને. પણ આજે કહું છું હેપી બર્થડે ભાઈ. 

આજે મને એક પ્રસંગ યાદ આવે છે, હું નાનો હતો ત્યારે અમારી પાશે એક ૩ પૈડા ની નાની સાયકલ હતી ને એક ૨ પૈડા ની મોટી. નાની સાયકલ મારી ને મોટી ભાઈ ની. પણ પછી મે કીધું કે મરે શીખવું છે. તો ભાઈ બચારો એનું રમવાનું મૂકી ને મને સાયકલ સીખ્વાડવા પાછળ માંડી પડ્યો તો. ઘર માં એક જ સાયકલ હતી, પણ એ મને એ સાયકલ ચલાવા આપતા અને હું મારા દોસ્તો સાથે ફર્યા કરતો. એતો એમને એમ જ ચાલતા જ ફરતા હોય એમના દોસ્તો જોડે. એ સમયે મને કશું અજુગતું નતું લાગતું. પણ આજે થાય છે કે મને સાયકલ ચલાવા મળે એટલે એ જાતે ચાલતા ફરતા હતા ને હું સાયકલ લઇ ને ફર્યા કરતો હતો. થેન્ક્સ  ભાઈ. 
 
Advertisements

2 thoughts on “હેપી બર્થડે ભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s