PHP WordPress Developer

 

હમણાં થોડા દિવસ પહેલા મને એક સાઈટ મળી. એમાં થોડી સેમ્પલ PSD આપી હતી એ લોકો એ. મફત માં તમે એ PSD લઇ ને વાપરી સકો છો  અને એ સાઈટ નુ નામ પણ લખવાની જરૂર નહતી. મે તો જરા મજાક ખાતર, એમાં થી એક PSD લીધી અને એમાં થોડા સુધારા વધારા કરી ને બીજી ૨-૩ ઈમેજીસ બનાવી કાઢી. એમાં થી એક પર લખ્યું WORDPRESS Developer , Blogger બીજા પર લખ્યું CIA એજન્ટ અને ત્રીજા પર લખ્યું LOVE BOY.
Facebook પર આ ઈમેજીસ ચડાવી દીધી. લોકો એ બીજી ને ત્રીજી ઈમેજ તો ના જોઈ બરાબર પણ પહેલી ઈમેજ જોઇને મને પૂછવા લાગ્યા કે  તમે WORDPRESS Developer  છો? મને WORDPRESS Developer બનવું છે. મને WORDPRESS શીખવો ને. અલા ભાઈ શું કહું કોઈ ને કે મને તો કશુયે આવાડતું નથી. WORDPRESS તો માત્ર બોલતા આવડે. બાકી તો સાતેક વર્ષ થી ઓફીસ માં નાનું મોટું PHP
 માં કામ કરી લઉં છું અને ૨ ટંક નુ રળી લઉં છું ( હા મને PHP કરતા કરતા પુરા ૭ કરતા પણ વધારે વર્ષ થયા છે. આટલા વર્ષ માં થોડું ઘણું PHP આવડી પણ ગયું છે. ) . મને એ WORDPRESS ના આવડે. પણ એવું કહેવાય તો નહિ કે નથી આવડતું. એટલે જયારે કોઈ આવું પૂછે તો હસી ને એના સવાલ ને ટાળી દઉં છું.
મજા તો ત્યારે આવી જયારે અમુક મોટા માણસોએ આ વસ્તુ જોઈ અને મને પૂછ્યું કે તમે WORDPRESS Developer છો ? હા હા હા… મને તો જોરદાર  હસવું આવી ગયું એ લોકો પર. અને એમના નાનકડા મગજ પર. આમાં મોટા માણસો ને આવી નાની વાત વિચારે ? મને તો ઓફીસ માં કામ કરીને જે પગાર મળે છે એમાં મારે, ટીઆ અને કોકુ ને ૨ ટાઈમ ખાવાનું નીકળી જાય છે. પછી આ WORDPRESS Developer ક્યાં થી આવ્યું ? હશે, કોઈ ના વિચારો પર આપડો તો અંકુશ નથી ને. ચંબુ લોકો ચંબુ જેવું જ વિચારે.
આ સમયે મને મારો એક પ્રિય ડાયલોગ યાદ આવે, ” માં કી આંખ … આપડે શું ? ” જે ને જે વિચારવું હોય એ વિચારે. એમના વિચારવાથી તો હું કાઈ બદલાઈ નથી જવાનો. એ કહેશે કે હું ખરાબ છું તો થોડો બગડી જવાનો છું. એમ જો માણસ વિચારે ને બધું થતું હોય તો શું જોઈતું બીજું ?
બીજી પણ એક વાર્તા મને આ સમયે યાદ આવે છે. એક છોકરો અને એક છોકરી દરિયા કિનારે રમતા હતા. છોકરી ની જોડે એક નાની ટોપલી હતી ને એમાં નાના નાના સુંદર પથરા, શંખ એવું બધું હતું. છોકરા જોડે ખિસ્સા માં સરસ ચોકલેટ્સ હતી.
એ છોકરા એ, છોકરી ને એની જોડે જે ચોકલેટ્સ હતી એમાં થી  સારા માં સારી ચોકલેટ્સ આપી દીધી અને વધેલી પોતે ખાઈ ગયો. પેલી છોકરી એ પેલા પથરા માંથી થોડા વીણીને એને આપી દીધા. પણ એ સારામાં સારા નહતા.
રાત્રે જયારે બંને એમના ઘેર ઊંઘવા જાય છે તો છોકરો તો એ છોકરી વિષે વિચારતો વિચારતો સુઈ જાય છે, પણ પેલી છોકરી આખી રાત વિચારતી રહે છે કે આ સરસ ચોકલેટ્સ એને ખાધી, પણ હજુ આના થી બી સરસ ચોકલેટ્સ છોકરા જોડે હશે. એમ વિચારતા વિચારતા એને આખી રાત પસાર કરી.
વાર્તા નો સાર : જો તમે કોઈ પણ સંબંધ માં તમારું સંપૂર્ણ નહિ આપો તો તમે હમેશા સામેની વ્યક્તિ પર શંકા કરશો કે એણે એનું ૧૦૦% આપ્યું છે કે નહિ ?
થોડું વધાર થઇ ગયું લાગે છે. ( જે હોય એ આપડે શું ?  😛 )

Advertisements

6 thoughts on “PHP WordPress Developer

  • PHP તો હું ઘોળી ને પી ગયો છું …
   કોઈ ને મારું ૧ બાટલો લોહી આપું ને તો એ માણસ ને કોઈ IT કંપની માં નોકરી મળી જાય PHP માં. અને વર્ડપ્રેસ તો મારા માટે એવું છે કે જાણે માઈકલ શુમાકાર મારુતિ અલ્ટો ફેરવતો હોય ૬૦ ની ઝડપે.
   ડંફાસ નથી મારતો, પણ આ હકીકત છે :-).

   ચાલો આને પણ વિશલીસ્ટ માં મુકો. એક દિવસ આનું પ્રમાણ આ બ્લોગ માં જ આપીશ.

 1. અને, કોઈ તમને કહે કે વર્ડપ્રેસ ડેવલોપર છો, તો ના કહેવાનું. ફેસબુક કે કોઈ પણ સોશિઅલ નેટવર્કિંગ સાઈટ્સ પરથી મળતી કોમેન્ટ્સ વગેરેથી ખોટું ન લગાડવું (અને ફૂલાવવું પણ નહી).

  • મને પર્સનલી ઓળખનારા લોકો જાણે છે કે હું શું છું 🙂
   વર્ડપ્રેસ શું ને PHP શું ને બીજું કોઈ ઓપનસોર્સ શું… મરે મન બધા સરખા ! (મને યાદ છે, ગયા વર્ષે મે મારા જુના પ્રોજેક્ટ્સ કાઢી ને જોયા અને એના ઓપનસોર્સ વિષે જોયું તો લગભગ ૧૫-૧૭ ઓપનસોર્સ / API હતા એ બધા થઇ ને. )
   વખત આવ્યે એનો પણ પરચો બતાવીશું.

   કોઈ ને વર્ડપ્રેસ માં કામ હોય તો મને જરૂર પૂછે, હું મફત માં મદદ કરી દઈશ.
   અરે હા ઘણા લોકો ને તો મદદ કરી દીધી છે આ વર્ડપ્રેસ ના કસ્ટમ બ્લોગ બનાવામાં.

   વેબ રીલેટેડ કોઈ એવી વસ્તુ હોય કે જે મને ના ખબર હોય તો એ હશે…… ( કોણ જાણે શું હશે … ? હે હે હે ! )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s