કહા જાઉં કૈસે ( ખુજલાઉ )

મારા ઘર ની સામે આજે એક ભજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક ભાઈ બેસી ગયા છે માઈક લઇ ને અને રામકથા સંભળાવી રહ્યા છે. ઘણા લોકો આવ્યા છે ને ધ્યાન થી સાંભળી રહ્યા છે. ઘણું જ સારું ને ઘણું જ સંભાળવા જેવું બોલી રહ્યા છે.

આ રામકથા તો જેમને કરવાની હતી એ ઘર ના લોકો સરસ ગોઠવાઈ ને બેસી ગયા છે, એમના સગાવહાલા પણ આવી ને બેસી ગયા છે. પણ આ લોકોએ સોસાયટી નો રોડ બંધ કરી દીધો છે. એટલે બધા ને ગોળ ગોળ ફરી ને આવવું પડે છે. ઘણા બધા લોકો ના ઘર આગળ વાહનો પાર્ક કરી દીધેલા છે. મારા ઘર આગળ જ મોટી ગાડી મૂકી ને કોઈ જતું રહ્યું છે.  જેમ તેમ કરી ને મારી બાઈક ઘર માં મૂકી. અને સહુ થી મોટી ને સહુ થી બેકાર વસ્તુ, આ લોકો સ્પીકર માં જોર જોર થી ઘાટા પાડી પાડી ને ગઈ રહ્યા છે. કોણ જાણે ક્યાં સુધી ગાશે.

સરકારે તો કાયદો બનાવ્યો છે કે આમ પરમીસન વગર ના વગાડાય, પણ કોણ જાણે એમને પરમીસન લીધી હશે કે કેમ ? એ ભાઈ પાછા સામે જ રહેતા હોય એટલે આપડે શરમ માં બોલાય નહિ કે આ બંધ કરો 😦 ના છૂટકે સંભાળવું પડે. આતો સારું છે કે અમારે આજુ બાજુ ભણતા હોય એવા કોઈ બાળકો છે નહિ, નહિ તો એને તો ટેન્સન આવી ગયું હોય હમણાં.

શું કરીએ ? આ જ છે જીવન

કહા જાઉં કૈસે સોઉં 😀

Advertisements

3 thoughts on “કહા જાઉં કૈસે ( ખુજલાઉ )

  1. આ સાલી શરમ બહુ ભારે વસ્તુ છે.

    ખેર, અમદાવાદમાં છો તો આવું સહન કરવું જ પડશે. મારી સોસાયટીમાંય નવરાત્રિ દરમિયાન કોઈ જ નાચતું ન હોય તોય ૧-૨ વાગ્યા સુધી માઈક પર ઘોંઘાટ થાય છે.

    રામકથા સાંભળવાથી કોઈનો ઉધ્ધાર (કથા કરવા વાળા સિવાય) થયો હોય એવું સાંભળ્યુ નથી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s