વાસ્તુ

તમે વાસ્તુ માં માનો છો ?
માનતા હોવ તો આ દિવ્ય ભાસ્કર નો લેખ વાંચશો, તમને પરમ જ્ઞાન મળશે.
જો ના માનતા હોવ તો આ દિવ્ય ભાસ્કર નો લેખ વાંચશો, તમને પરમ મજા મળશે ( જેમ મને મળી 😛 ).

http://www.divyabhaskar.co.in/article/HNL-what-to-keep-in-bedroom-and-what-not-1970692.html *
હું જન્મે ઘણો ટેકનીકલ અને વૈજ્ઞાનિક વૃત્તિ વાળો માણસ છું. અને હા હું દ્રઢ પણે માનું છું કે જ્યોતિષ, વાસ્તુ, ફેંગશુઈ એવા કોઈ પ્રાચીન શાસ્ત્રો હશે જે ખરેખર સત્ય છે.
પણ આજ કાલ છાપા માં જે ઘણા લેભાગુ જ્યોતિષીઓ ની જાહેરખબરો આવે છે ને એ જોઈ  એક કહેવત યાદ આવે ” લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે

અમારા એક ઓળખીતા છે, મારો ખાસ મિત્ર છે. એમને અહમદાબાદ માં એક મોટું સરસ ઘનુજ મોંઘુ ટેનામેન્ટ લીધું ( ટેનામેન્ટ ના ભાવ તો તમને ખબર જ છે આજકાલ શું ચાલે છે ) . એ ભાઈ ના પાપા એ ગૃહપ્રવેશ ની પૂજા કરાવી. એમાં એક ભાઈ એ કીધું કે તમે આ ફલાણા ભાઈ નો સંપર્ક કરજો, એ વાસ્તુ ના જાણકાર છે. તમને ઘર માં વાસ્તુ પ્રમાણે શું કરશો તો સારું રહેશે એ જણાવશે.
પેલા કાકા એ પેલા ભાઈ ને બોલાવ્યા. એ ભાઈ ઘેર આવ્યા ને બધું કહેવા લાગ્યા કે આ દરવાજો આમ કરવો પડે ને, આ બારી આમ કરવી પડે ને, આ દીવાલ પર આ ચિત્ર લાવો ને આ દીવાલ પર આ કલર કરો ને ના જાણે શું શું બીજું બોલ્યા… એમને એમ પણ કીધું કે તમારે ઘર માં હમણાં ઘણા પ્રોબ્લેમ ચાલે છે તો આ બધું કરાવી લેશો ને તો બધું સારું થઇ જશે.

એ ગયા પછી આ બધા ઘર ના લોકો ઘેગા મળ્યા અને વિચારવા લાગ્યા કે શું કરીશું ? હું અને મારા બીજા એક મિત્ર ને પણ પૂછ્યું. અમે તો એજ સલાહ આપી કે આ બધું કશું ના હોય, ઘર જેમ છે એમ જ રાખો. ખોટો ઘર નો લુક બગડી જશે ને ૩-૪   લાખ ના ખાડા માં પડશો. એમને કશું ના કરાવ્યું. ખાલી એ ભાઈ ના કહેવા મુજબ ઘર ના એક ખૂણા માં એક નાનું ઝાડ મુકવા કીધું હતું. એ ભાઈ એ એ મૂકી દીધું ( સસ્તા ના સિદ્ધપુર ની જાત્રા ) . સમય સાથે એમના ઘર માં બધું સારું થતું ગયું ને એક દિવસ પેલા વાસ્તુ વાળા ભાઈ આવ્યા એમને ત્યાં. બધું જોઈ ને એટલું જ બોલ્યા, જો મે કીધું તું ને આ ઝાડ મુકશો તો બધું સારું થઇજશે.

એમના ગયા પછી બધા એટલું હાસ્ય કે ના પૂછો વાત.

P.S. જો આપ કોઈ વાસ્તુશાસ્ત્રી / જ્યોતિષ કે ફેંગસુઈ કે બીજી કોઈ એવી જ વસ્તુ ના નિષ્ણાત હોવ ને તમને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. બાકી કોઈ તકરાર કરશો નહિ. આ મારો બ્લોગ છે ને આ મારા વિચારો છે. હું તમારી રીતે વિચારવા માટે બંધાયેલો નથી. તમે તમારા બ્લોગ માં કોમ્પ્યુટર / સોફ્ટવેર વાળા લોકો વિષે જે લખવું હોય એ લખી શકો છો. હું જરૂર થી આવીશ એ વાંચવા માટે.

* = મને દિવ્ય ભાસ્કર છાપું જરાય ગમતું નથી. માત્ર એક કેસ માં જ ગમે… જયારે એ અંબિકા ના દાલવડા ની નીચે પ્રોપર મુક્યું હોય ( JUST KIDDING BUDDY, KEEP WRITING ! તમે લખશો નથી તો હું તો હસવાનું જ ભૂલી જઈશ. 🙂 ).

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s