આજ ની દિવસભર ની વાતો

 

 • કોકુ નુ સ્કૂલ નુ પરિણામ આવ્યું. શું લાગે છે શું આવ્યું હશે ?
  • ગણિત : ૨૫ / ૨૫ [ પાપા મેથ્સ ગ્રેજ્યુએટ હોય તો આવે જ ને ]
  • ઈંગ્લીશ : ૨૫ / ૨૫ [ મમ્મી આખો દિવસ એની જોડે ઈંગ્લીશ માં વાતો કરે તો આવું જ થાય ને. એમ ના વિચારતા કે અમે ગુજરાતી ને તુચ્છ ગણીએ છીએ ને ઈંગ્લીશ ને ભાર આપીએ છીએ. ટીઆ ઈંગ્લીશ માં વાત કરે, દાદા-દાદી, પપ્પા ગુજરાતી માં વાત કરે અને ટીચર હિન્દી માં. એટલે કોકુ ને ૩ ભાષા થોડીથોડી આવડે. ]
  • સામાન્ય જ્ઞાન : ૨૪ / ૨૫ [ આ સામાન્ય જ્ઞાન ના કહેવાય, બહુ જ અસામાન્ય જ્ઞાન ( જ્ઞાની ) કહેવાય ]
  • વાઈવા : ૧૯ / ૨૫ –> મને હતું જ કે આમાં લોચો પડશે. કેમકે  કોકુ બોલવાવાળો માણસ નથી. એ કામ કરવા વાળો માણસ છે અને લેખિત પરીક્ષા માં એને બતાવી દીધું છે કે એ શું પરિણામ લાવી શકે છે :).
  • આ બધું ટીઆ ની મેહનત નુ પરિણામ છે.
 • આજે ફરીથી લાયન કિંગ જોવા બેઠો, પણ થોડું જોયું એટલા માં તો કોકુ યાદ આવી ગયો 😦 એટલે બંધ કર્યું :). ગીત ચાલુ કર્યા તો ટીઆ યાદ આવી ગઈ.  😀
 • ગોલમાલ – ૩ જોયું થોડું. એકદમ ટાઈમપાસ મુવી છે પણ સારું છે.
 • એક બુક લાયો છું વાંચવા (I AM PAPA), સારું લાગે છે ને ઘણી બધી વાંચી લીધી.
 • ઉપર રૂમ માં એકલો બેઠો છું ને ભૂખ લાગી એટલે કબાટ માંથી ચોકોલેત ની થેલી માં હાથ નાખ્યો ( સોરી કોકુ તારી થોડી જેમો* ખાઈ ગયો ) અને M&M** નુ પેકેટ મળ્યું. મુઠી ભરી ને ખાઈ લીધી ને ઠંડુ પાણી પી લીધું. { ટીઆ હોય તો આમ ભૂખ્યું ઊંઘવું ના પડે. કશુક ને કશુક કરી આપે – LOVE YOU BAKU & MISS YOU }

* = કોકુ બધી ચોકોલેટ ને જેમ કહે અને મજાક માં જેમો કહે.
** =

m&m
m&m
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s