ભમ થયું

ઉપર ના ફોટા માં લાલ લીટી છે એ મારું બાઈક છે, વાદળી લીટી છે એ એક કાર છે અને લીલી લીટી છે એ કાયનેટીક પર જતી એક છોકરી છે.

હું ઓફીસ થી પાછો આવતો તો ત્યારે એક સર્કલ પર બાઈક વાળીને એક કાર પાછળ જતો હતો. કાર વાળા ને હોર્ન મારતો હતો પણ એ હટતો ના હતો. સર્કલ પત્યા પછી એ થોડું ખસ્યો એટલે હું જમણી બાજુ જઈને આગળ જવા ગયો ત્યાં તો સામે થી એક ચંબુ જેવી છોકરી ( હા, એકદમ ચંબુ જેવી જ હતી, એનું ફિગર ને કોઈ ચંબુ નું ફિગર બિલકુલ સેમ હતું અને દિમાગ થી પણ એ ચંબુ જ હતી  ) આવી ને ભટકાઈ મારી બાઈક જોડે.

ભૂલ એની હતી ને પાછી મને કહે જોઈ ને નથી ચલાવાતી ! હું તો શાંતિ થી આવતો હતો. આમ પણ મારું બાઈક ૩૫-૪૦ થી વધારે ની સ્પીડ માં ચાલતું જ નથી તો હું ઓવર સ્પીડ માં કેવી રીતે આવું ?

એક તો એ રોંગ સાઈડ માં આવી હતી ને સ્પીડ માં આવતી હતી. ભટકાઈ ને નીચે પડી ને પછી આજુ બાજુ બધા ભેગા થયા ને તો એ એકદમ મને બોલવા લાગી, એટલા માં એક કાકા એને બોલ્યા બેટા, આ ભાઈ ની કોઈ ભૂલ નથી, તારી જ ભૂલ છે. આ તારી ગાડી ઉપાડી ને રસ્તો ખાલી કાર જો બીજા લોકો જાય ઘેર. બધા ઉભેલા લોકો એવા હસવા લાગ્યા કે એ કાયનેટીક ઉપાડી ને જવા લાગી પણ એનું કાયનેટીક ચાલુ જ ના થયું. હું તો મારું બાઈક ચાલુ કરી ને ચલી નીકળ્યો ઘર તરફ…

ચાલો ત્યારે આજે થોડા વિડીયો સોધીયે બીજી ચમ્બુઓ ના 😛

મહિલાઓ અને છોકરીયો આ વિડીયો જોઇને કે આ પોસ્ટ વાંચી ને ખોટું ના લગાવતા… આ માત્ર એ છોકરી માટે હતું. મારા ઘર માં પણ ૪ મહિલાઓ છે. અને હું એમને ખુબ માન આપું છું. તમને પણ બધાને એટલું જ માન આપું છું.

 

મહિલાઓ માટે હું હમેશા એટલું જ કહું છું

છોકરી ક્યાંતો સારી હોય ક્યાંતો બહુ સારી હોય…

( A girl is either good or very good… )

Advertisements

One thought on “ભમ થયું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s