હવે મારું એક સપનું પૂરું થવાનું લાગે છે.

 

હમેશા થી હું એમ વિચારતો હતો કે મારે એક પુસ્તક લખવું છે, મને નોવેલ લખવામાં કે વાંચવાનું ના ગમે, પણ હા ટુકી ને સારી વાર્તા વાંચવાનો બહુ જ શોખ. નાનો હતો ત્યારે પપ્પા ની કંપની ની ટાઉનશીપ માં રહેતા હતા. ત્યાં લાઈબ્રેરી હતી ને હું એમાં થી ખુબ જ પુસ્તકો વાંચતો હતો. પણ પછી અમે બીજે રહેવા ગયા એટલે એ વાંચન છૂટી  ગયું. પણ હા લખવાનો શોખ તો હતો. પણ એ ક્યારે પૂરો થશે એ હું જાણતો ના હતો.

પછી મળ્યું આ બ્લોગ નું માધ્યમ. એટલે આપડે તો ચાલુ પડી ગયા. અને ખુબ જ મજા સાથે લખું છું. એમાં રિશી મારો દોસ્ત મને હમેશા થી કશુક સારું લખવા પ્રોત્સાહન આપતો હતો. થોડું લખ્યું પણ ખરું, એવા માં એક મિત્ર સાથે મારી ઓળખાણ થઇ ( આમ તો ઓળખાણ થઇ એટલે મિત્ર થયા ). અને એણે પણ મને કશુક લખવા માટે પ્રેરણા આપી. પ્રેરણા કરતા એણે મને કશુક લખવા માટે માધ્યમ આપ્યું. એક લેખક ને બીજું શું જોઈએ? હું તો ચાલુ પડી ગયો.

હવે વધુમાં તો જયારે એ સપનું ખરેખર પૂરું થાય ત્યારે જ જણાવીશ. પણ હા, એટલું કહી શકું કે એ સપનું પૂરું કરવા તરફ મે પગ માંડી દીધા છે.

આજે વિશાલ સર ને મળવા ગયો હતો. એમણે મને એક ખુબ જ સરસ પુસ્તક વાંચવા માટે આપ્યું છે. એ પુસ્તક માં એક સરસ વાત લખી છે…
તમે કોઈ પણ સપનું ત્યારે જ પૂરું કરી શકો છો જયારે તમે તમારી જાત ને બહાના આપવાનું બંધ કરો.

હું જયારે સ્કૂલ, કોલેજ માં હતો ત્યારે મારા પપ્પા પણ મને આ વસ્તુ કહેતા હતા… જો તું હમણાં મને છેતરી ને ભણવાનું બરાબર નહિ કરે તો જિંદગી તને છેતરશે ને આખી જિંદગી તું મજુરી કરીશ ને બીજાની સારી નોકરી ને જિંદગી જોઇશ.

આજે ખરેખર એમ થાય છે કે સારું થયું કે એમની વાત સમજીને ભણવાના સમયે ભણ્યો.

Advertisements

3 thoughts on “હવે મારું એક સપનું પૂરું થવાનું લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s