અમે શનિવારએ વરઘોડો કાઢ્યો

 

અમે શનિવારએ વરઘોડો કાઢ્યો

ઓફીસ માં શનિવારએ અચાનક અમે વરઘોડા પર ડિસ્કસ કરવા લાગ્યા. વરઘોડા વાળા કેવી રીતે ગીત વગાડે, કેવા ગીત વગાડે, કેવી રમુજ કરે…અહી એ આખી વાત નું તારણ મુકુ છું.

  1. ઘણી વાર વરઘોડા માં ખૂણા માં એક પીપુડી વાળો ઉભો હોય ને એ એની પીપુડી એવી રીતે પડકી ને ઉભો રહે એકલો એકલો જાણે કમને આયો હોય. એને સમ ખવડાવીને લાવવામાં આવ્યો હોય એમ ઉભો હોય.
  2. એક ભાઈ મોટું ભૂંગળું લઇ ને ઉભા હોય. એ ભાઈ ગીત સારું થાય ત્યાર થી એ ભૂંગળા માં હવા ફૂંકતા હોય અને ગીત માં ગમે ત્યારે પો, પુ એમ કંઈ ક એમના ભુગલા માંથી વાગ્યા કરે.
  3. ડ્રમ વાળા ૩-૪ લોકો હોય, એ લોકોને ૧, ૧૦ કે ૧૦,૦૦૦ ગીત પર ડ્રમ વગાડવા કહીએ તો એ એક જ તાલ થી વગાડે. કોઈ પણ ગીત માટે એમના તાલ માં ફેર ના પડે. દરેક ગીત માં દે દે વગાડ્યા જ કરે.
  4. કીબોર્ડ કે જે ને કેસિયો કહેતા હતા પહેલા. એ ભાઈ  ગમે ત્યારે ગીત વગાડતો વગાડતો રીસેટ કરે એનું કીબોર્ડ.
  5. ગીત ગાવા વાળો તો પોતાને કિશોર કુમાર જ સમજતો હોય છે, ને ચાલુ ગીત માં જ ગમે ત્યારે હેલ્લો ૧૨૩ હેલ્લો એમ બોલવા લાગે.
  6. પાછા આ લોકો ને છોકરી ના અવાજ માં ગાવાના બહુ શોખ હોય છે. એટલે ના મેળ પડતો હોય તો પણ ગાશે જ.
  7. હવે ગીત ની વાત કરીએ તો એમના ગીત નું લીસ્ટ જુવો…
    1. પરદેસી પરદેસી જાના નહિ
    2. આજ મેરે યાર કી શાદી હે
    3. જીતા થા જિસ કે લિયે જિસ કે લિયે મરતા થા, એક ઐસી લડકી થી
    4. કાલા કૌવા કટ ખાયેગા
    5. ના ના ના ના ના રે
    6. યેહ દેશ હે વીર જવાનો કા ( આ ગીત કેમ વગાડે સમજ નથી પડતી )
    7. નગીન વાળું મુઝીક વગાડે ( હમણાં સાંભળી ને જાન માં એક સાપ ઘુસી જાય ને તો દુલ્હો જ નાઠો જાય )

આવી તો ઘણી વિચિત્રતા છે, પણ આ બેન્ડબાજા વાળા એક અતુટ અંગ છે ભારતીય લગન ના.

Advertisements

2 thoughts on “અમે શનિવારએ વરઘોડો કાઢ્યો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s