HIJACKK માં જઈ આવ્યા.

દિવાળી ની રજા હતી એટલે દિવાળી ના દિવસે અમે ફરવા ગયા હતા અને દેવાર્ક મોલ માં આવેલા HIJACKK ની આજની  ૨ ટીકીટ્સ લીધી હતી. ત્યાં પહોચતા હતા ત્યારે જ કોકુ એ કાર માંથી HIJACKK ની બસ જોઈ અને એને તો એ બહુ ગમી ગઈ હતી. એને ખબર નહતી કે એમાં બેસવા જ આવ્યા છીએ. દેવાર્ક પહોચી ને HIJACKK ના પીક-અપ  પોઈન્ટ પર ઉભા હતા ને બસ સામે જ આવી ને ઉભી રહી. એનો RED HOT કલર જોઈ ને કોકુ ફરી બેસવા માટે જીદ કરવા લાગ્યો. એટલે ટીઆ એ એને સમજાવ્યો કે હા આપણે આમાં જ બેશીશું.

બસ માં અમારી જોડે બીજા પણ લોકો હતા. ૨ કપલ અને ૪ લોકો નું એક ગ્રુપ આવ્યા હતા. એક કપલ નોર્મલ હતું ને બીજું એકદમ અલ્ટ્રા મોડર્ન હતું. અને પેલા ગ્રુપ વાળા તો માથાભારે હતા. એમની એક એક વાત પર બધા હસતા હતા પણ એમને સમજ નતી પડતી કે એ આ બધા થી ટેવાયેલા હતા ખબર નહિ.

બસ ચાલુ થતા જ કોકુ ને તો મજા આવી ગઈ. એતો આજુ-બાજુ બધી બિલ્ડીંગ પર ની લાઈટ જોતો, બસ ની સાઈડ ની લાઈટ જોતો ખુસ થઇ ગયો હતો. એમાં પણ બસ માં એને મન ગમતું જમવાનું પીરસવાનું ચાલુ થઇ ગયું હતું એટલે એને મજા પડી ગઈ હતી. એ ધમાલ કરતો જાય, બૂમો પડતો જાય ને ખાતો જાય ને મજા કરતો જાય. બધા એમનું જમતા જાય, જોડે આવેલા લોકો જોડે વાત કરતા જાય ને થોડી થોડી વારે કોકુ ને જોતા જાય 🙂 (I ALWAYS BELIEVE THAT KOKU IS A MEGNETIC  PERSONALITY – જે એને જુવે એનો ચાહક થઇ જાય છે). એટલા માં અચાનક એક વિમાન આવ્યું ને કોકુ એ બાળસહજ રીતે બૂમો પાડી… વિમાન આયુ, વિમાન આયુ… ને બધા મોટેરા એકદમ થી હસી પડ્યા ને એ લોકો પણ એમનું જમવાનું ભૂલી ને ૨ મિનીટ વિમાન જોવા લાગ્યા હતા,

બસ જયારે પાછી દેવાર્ક મોલ પાશે પહોચી તો હું તો દુખી થઇ ગયો કે આ ફન રાઈડ તો પૂરી થઇ ગઈ. પણ એક વાત જરૂર કહીશ કે આ એક ઘણો જ સરસ અનુભવ રહ્યો.

રસ્તા માં એક ફેમેલી બાઈક પર જતા જતા બસ જોઈ રહ્યું હતું ત્યારે મને વિચાર આવ્યો કે ઈશ્વર નો આભાર કે એમણે મને આ બસ માં બેસવા લાયક બનાવ્યો.

HIJACKK
HIJACKK
HIJACKK
HIJACKK
HIJACKK
HIJACKK
HIJACKK
HIJACKK

 

આજ ની નવી જોક (બાળપણ ની એક જાણું ઘસી ગયેલી જોક)
નાના હતા ત્યારે સાલ મુબારક ના બદલે સાતમું બાળક એમ બોલતા ને પાછી કોણ જાણે કેટલા ખુસ થઇ જતા હતા.

Advertisements

One thought on “HIJACKK માં જઈ આવ્યા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s