ઊંઘ તો નશીબ વાળા ને જ આવે

એક સારો પલંગ ને પોચું પોચું ગાદલું તમારી જોડે પૈસા હોય તો જ તમે ખરીદી શકો છો, પણ ઊંઘ તો નશીબ વાળા ને જ આવે છે. બાકી તો ઊંઘ લાવવા માટે લોકો પૈસા ખર્ચી ને ઊંઘની ગોળી ઓ લાવે ને પછી એ ગોળીઓ ગળી ને ફાફા મારે કે આજે ઊંઘ આવી જાય તો સારું.

ભરબપોરે લગભગ ૨:૩૦ વાગ્યે, અમે સપથ-૪ આગળ ના પાર્કિંગમાં ગાડી પાર્ક કરતા હતા ત્યારે આ ફોટો મેં પાડ્યો હતો. આટલા તડકા માં ને આટલી ગરમી માં જો કોઈ માણસ આટલા પ્રેમ થી સુઈ શકતો હોય તો એ ઘણો નસીબવાળો હશે, બાકી AC ચાલુ કરી ને ફાફા મારતા લોકો ની કમી નથી આ દુનિયા માં.

ઊંઘ તો નશીબ વાળા ને જ આવે
ઊંઘ તો નશીબ વાળા ને જ આવે

મેં એક બેન ની વાત સાંભળી હતી મારી મમ્મી ના મોઢે થી. એ બેનએ એમના સાસુ ને બહુ હેરાન કર્યા હતા. ઘરડા માજી ની કોઈ સારસંભાળ ના લે ને ઉલટાનું એમની જોડે કામ કરાવી લે કોઈ વાર. ખાવા પણ સારું ના આપે. એમનો બધો પૈસો, દાગીના, સંપતિ બધું લઇ લીધું પણ કશું સેવા ના કરી. એ માજી તો એમનું જીવન જીવી પ્રભુ જોડે પહોચી ગયા, પણ પેલા બેન વર્ષો થી હજાર જાત ની બીમારીઓ ની દવા લે છે. એમને કોઈ જ જાત નું સુખ નથી એમ કહીએ તો સાચું.

ચાલો સારું છે મને તો ઊંઘ આવી જાય છે. હું તો કહો ત્યારે ઊંઘવા માટે તૈયાર જ હોઉં છું. આપડો તો એક નિયમ… જાગ્યા ત્યાર થી સવાર ને ઊંઘ્યા ત્યાં સુધી રાત.

આજ ની જોક :

એક સરદારજી એમના પડોસી ના મરણ પ્રસંગ માં ગયા.
જઈ ને જોવે છે તો એમને કોઈ શબ દેખાતું નથી.
એ બીજા ભાઈ ને પૂછે કે આ ભાઈ નું શબ ક્યાં છે ? એટલા માં જ એમ્બ્યુલન્સ આવે છે ને લોકો શબ કાઢી ને ઘર માં મુકે છે.

સરદારજી બોલ્યા, બડી લંબી ઉમર હે જી, અભી હી યાદ કિયા થા.

Advertisements

4 thoughts on “ઊંઘ તો નશીબ વાળા ને જ આવે

 1. એકદમ સાચી વાત.
  ઘણાંને એ.સી માં પણ ઉંઘ નથી આવતી(કામ કરીને થાક લાગ્યો હોય તો ને???) અને ઘણાં(ફોટામાં બતાવ્યા પ્રમાણે) જ્યાં છાંયડો મળે ત્યાં સુઇ જાય છે.આ સપથ-૪ આગળ ઔડાના ગાર્ડનમાં ઘણા મજુરોને મે પણ આ રીતે નીંદર ખેંચતા જોયા છે…
  પેલું કહે છે ને કે…..
  “જે ૧૦૦ કિલો ઘઉંની બોરી ઉચકી શકે એ ખાઇ નથી શકતો અને જે ખાઇ શકે છે તે ઉચકી નથી શકતો…”
  આવો છે કુદરતનો અનેરો નિયમ…

 2. AA mast article read karine ek geet yaad aave che…
  “Kyun paisa paisa karti hain
  Kyon paise pe tu marti hain”

  Money can’t buy God.
  Money can’t buy TRUE love.
  Money can’t buy TRUE friends.
  Money can’t buy health.
  Money can’t buy intelligence.
  Money can’t buy happiness.
  I think that’s pretty plain and simple.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s