એલીગન્ટ કોકુ

આગળ ની જૂની પોસ્ટ માં મેં લખ્યું હતું કે અમે કોકુ ના માટે મોજડી લેવા લાલ દરવાજા ગયા હતા. ત્યાંથી આ સફેદ ઝભ્ભો લેંઘો લાવ્યા હતા. દાદીએ તો જોતા ની સાથે એમ જ કીધું કે આવા બીજા ૩-૪ લાવવા હતા ને. કેટલો સરસ લાગે છે આ ઝભ્ભા લેંઘા માં. કોકુ ઝભ્ભા લેંઘા માં સારો લાગતો હતો એમ હું નથી માનતો. કોકુ જે કપડા પહેરે એ કપડા એના પર સારા લાગે છે. કોકુ તો હમેશા સારો જ લાગતો હોય છે. કોકુ જે કપડા પહેરે એ કપડા એની પર દીપી ઉઠે છે. તમને લાગતું હશે કે શું ફેંકાફેંકી કરે છે. પણ એવું નથી, નીચે નો ફોટો જોશો તો તમે માની જશો. અને હા, કોઈકે આ ઝભ્ભા લેંઘા માં એને જોઇને કહ્યું હતું કે નાનો રાહુલ ગાંધી આવ્યો. મને તો હસવું આવી ગયું. પણ વાત તો સાચી હતી, રાહુલ ગાંધી ઝભ્ભા લેંઘા માં જેટલો એલીગન્ટ લાગે છે એવો જ એલીગન્ટ કોકુ લાગે છે. કદાચ એના થી વધારે. હમણાં તો એ મોજડી પહેરી ને ફરતો હતો, પણ પછી એને આના પર શૂઝ પહેર્યા હતા ને એતો એટલું સરસ લાગતું હતું કે ના પૂછો વાત.

એલીગન્ટ કોકુ
એલીગન્ટ કોકુ

છેલ્લે આજ ની જોક :
બધા ડાયનાસોરએ રજનીકાંત જોડે થી ઉધારી માં પૈસા લીધા હતા. પણ એમની પાશે પાછા આપવા પૈસા ના હતા. એટલે બધા રજનીકાંત ને ઉધારી માફ કરી દેવા કહેવા ગયા. એ છેલ્લો દિવસ હતો ને આજે વિજ્ઞાનીઓ ડાયનાસોર ના અવશેષો શોધે છે.

(sorry Rajni fans… I really like him in HUM. But, no south indian movies.)

Advertisements

3 thoughts on “એલીગન્ટ કોકુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s