હોર્ન ના પૈસા વસુલ.

 

રવિવારે મારા ગેરેજવાળા ભાઈ ને બાઈક બતાવી. બાઈક માં હોર્ન વાગતો નતો. અહમદાબાદ માં હોર્ન વગર બાઈક ચલાવવી એટલે જાણે માથાનો દુખાવો. પબ્લિક જેમતેમ રોડ વચ્ચે આટા મારતી હોય ને એમાં પેલા પોપટીયાઓ ( પોપટી CNG  રીક્ષાવાળા ) ગમે ત્યાં ઘૂસ મારે ને સાઈડ જ ના આપે. હોર્ન વગર તો ફાવે જ નહિ. એમણે બધું જોયું ને કીધું કે નવો હોર્ન નાખાવવો પડશે. અમે લાલ દરવાજા આવતા હતા એટલે મેં મિરઝાપુર થી હોર્ન નખાવ્યો. આજે સાંજે ઘેર આવતા, હિમાલયા મોલ આગળ મારી બાજુ માં એક બાઈક પર એક છોકરો-છોકરી જતા હતા. છોકરી એ એઝયુંઝુઅલ મોઢા પર બુકાની બાંધેલી હતી. મારી નજર એકદમ એની બુકાની ના છેડા પર ગઈ જે પાછલા ટાયર માં અટવાયા કરતો હતો. બુમ પડવાનું વિચાર્યું પણ એ યોગ્ય ના લાગ્યું. એટલામાં તો પેલા એ બાઈક દોડાવ્યું. હું પણ જલ્દી થી એની પાછળ જ નીકળ્યો. થોડા આગળ જતા જ એ થોડી ભીડ માં અટવાયેલો ઉભો હતો. મને કોઈ રસ્તો ના સુઝ્યો કે આ છોકરી ને કેમ નું કહું, એટલે મેં મારો હોર્ન વગાડવાનો ચાલુ કર્યો. માત્ર ૪-૫ સેકંડ માં જ એ ઘુસ્સે થઇ ને પાછળ જોવા લાગી. મેં એની બુકાની ના છેડા તરફ આંગળી થી ઈશારો કર્યો. એ સમજી ગઈ ને એના ચેહરા પર આભાર ની લાગણી આવી. એક નાનકડું સ્મિત પણ આવ્યું જેનો મેં પણ સામે સ્મિત કરી ને જવાબ વાળ્યો. પછી પાછો હું મારા હેડફોન ના સોન્ગ્સ માં ખોવાઈ ગયો ને એ બંને ભીડ માં ખોવાઈ ગયા. પણ મને ખુસી થઇ ચાલો એક સંભાવિત અકસ્માત થતા રહી ગયો.

7 thoughts on “હોર્ન ના પૈસા વસુલ.

Leave a reply to anuragrathod જવાબ રદ કરો