મારો એક મિત્ર

કહેવાને તો આ એક પાણી પૂરી વાળો છે, ભાઈ નું સાચું નામ તો ખબર નથી પણ અમે એને રાજુ કહીએ છીએ ને એના મામા ને બીજા ઓળખીતા પણ રજુ જ કહે છે. બીજા UP ના લોકો ની જેમ એ પણ પેટીયું રળવા એનું ગામ છોડી ને ગુજરાત માં આવ્યો હતો. એના મામા ઘણા સમય થી અમારે ત્યાં પાણી પૂરી વેચતા હતા. રજુ થોડો મોટો થયો એટલે  એને લઈને આવ્યા કે એ પણ થોડું કમાય.  એ જયારે આવ્યો ત્યારે સ્વાગત-૩ આગળ ઉભો રહેતો હતો. એના નામ પર થી એને એની લારી નું નામ સ્વાગત પાણી પૂરી રાખ્યું છે. એ ૨૦૦૦ ની સાલ નો સમય એવો હતો કે હું નોકરી છોડી ને ઘેર બેઠો હતો. પુરા ૪ મહિના હું ઘેર બેઠો હતો. કરવાને કશું હતું નહિ. એટલે સાંજે હું ને મારો બીજો શિક્ષિત બેકાર મિત્ર વિજય અમે બંને બાઈક લઇ ને આ રાજુ ની લારી પાશે જઈ ને બેસતા. લગભગ ૨-૩ કલાક અમે બેસતા. એ સમયે તો આ ન્યુ સી.જી. રોડ હજુ બવ વિકાસ નતો પામ્યો ને ઘણું કામકાજ ચાલતું હતું, એટલે એની લારી પાસે જ મોટા ભૂંગળા મુકેલા હતા. અમે બંને ને બીજા થોડા મિત્ર એ ભુંગળા પર બેસતા ને ધમાલ મસ્તી કરતા. કોઈ વાર રાજુ ને ક્યાય જવું હોય તો અમને પાણી પૂરી ની લારી સોંપી ને એ ફરી આવતો. એ વખતે મજા આવી જાય. ઘણી વાર તો અમે બેઠા હોઈએ ને કોઈ અજાણ્યું આવી જાય તો અમને પાણી પૂરી નો ઓર્ડર આપી દે પછી એ ભોંઠો પડી જાય :). કોક વાર તો કોઈ ઓળખીતું આવી જાય તો અમે પાણી પૂરી બનાવી ને ખવડાવી પણ દેતા. રાજુ ને ત્યાં અમે ૫ રૂપિયા આપી ને પાણીપુરી ખાઈએ તો ને તો અમને જાણે ૧૦ રૂપિયા ની જ ખવડાવી દેતો . ના પડીએ તો કહે, ખાઓના યાર, અપની હી હે.

હવે તો એને ત્યાં જઈ ને એમ બેસવાનો સમય નથી મળતો કે દર રવિવારે જવાતું પણ નથી, પણ હમેશા એની પાણીપૂરી યાદ આવે. આજે કોકુ સુઈ ગયો તો એટલે હું ને ટીઆ બહુ દિવસ પછી એકલા બાઈક પર બેસી ને ફરવા નીકળ્યા હતા. એટલે અમે રાજુ ને ત્યાં આવી ને પાણી પૂરી ખાધી. અમે ખાઈ રહ્યા એટલે એને એક થેલી માંથોડી  પૂરી ભરી આપી, કહે આપકા છોટા કહા ગયા, આયા નહિ હે ?

આ છે મારો મિત્ર રાજુ. જો તમે ન્યુ સી.જી. રોડપર આવતા જતા હોય તો એને ત્યાં જરૂર થી જજો. મારું નામ આપશો તો એ નહિ ઓળખે પણ હા મને લઇ ને જશો તો મફત ખવડાવીદેશે.

 

મારો મિત્ર રાજુ
મારો મિત્ર રાજુ

Advertisements

7 thoughts on “મારો એક મિત્ર

    • એની જોડે તો હું હજુ પણ પાણી પૂરી ખાવ છું. રવિવારે સવારે અમે બધા કાર લઇ ને રામનગર જઈએ એટલે મસાલા વળી પાણીપૂરી ડીસ ભરી ને લઇ આવું ને હું, ટીઆ, કોકુ ને મમ્મી બધા ખાઈએ. એક રવિવાર ના જઈએ તો એ પૂછે બીજા રવિવારે કે ક્યાં ગયા તા ગયા અઠવાડિયે. એતો કેટલો સારો હતો, અમને ૨-૩ રૂપિયાની તો એમ જ ખવડાવી દેતો તો મફત માં સ્કૂલ માં હતાત્યારે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s