અજાણ્યો મુસાફર

આજે સવારે ઓફીસ જતા, હેલ્મેટ ચાર રસ્તા આગળ એક માણસ મારી બાઈક ની જોડે આવ્યો. એ કંઈ ક બોલ્યો પણ મને સંભળાયું નહિ કેમ કે મેં હેડફોન લાગયેલા હતા. હેડફોન કાઢી ને ફરી થી એની વાત સંભાળવા જાઉં એટલા માં તો એ મારી બાઈક પર બેસી ગયો ને મને કહે એસજી રોડ પર જવું છે લીફ્ટ આપો ને. અરે પણ આ શું? મારી પરવાનગી વગર, મને પૂછ્યા વગર સીધો મારી બાઈક માં પાછળ ચડી જ બેઠો.

નો ડાઉટ એને ઉતાવળ હશે, બસ મળતી નહિ હોય. મને એવું પણ લાગ્યું કે એની જોડે બહુ પૈસા નહિ હોય .પણ આ કોઈ રીત તો નથી ને કે તમે કોઈ ના પર્સનલ જીવન માં આમ દખલ કરો.
એની જોડે સાચેજ પૈસા નહોતા કે એ રીક્ષા માં જઈ શકે અને એ બાજુ બસ જતી નથી. એટલે મેં મને-કમને એને બેસાડ્યો. હિમાલયા મોલ આવતા જ એ ઉતારી પણ ગયો.
જે હોય એ પણ મને તો એના પર દયા આવતી હતી ને ઘુસ્સો પણ આવતો હતો. દયા એટલે આવી કે હું રોજ મીઠું પાન ખાવા માં ૧૫-૨૦ રૂપિયા નાખી દઉં છું ને આ માણસ ૧૫-૨૦ રૂપિયા નું રીક્ષા નું ભાડું આપવા માટે મજબુર હતો.  મેં તો બસ ઈશ્વર નો આભાર માન્યો કે મને આટલો શક્ષમ બનાવ્યો છે. મને દુખ પણ થયું કે મેં કેમ એ માણસ ને મદદ કરવામાં અણગમો બતાવ્યો. આવું તો મને મારા માં-બાપ એ  નથી શીખવ્યું.

આ સમયે ટીઆ નું એક વાક્ય યાદ આવી ગયું, “ઈશ્વર કોઈ ને ભૂખ્યો રાખતો નથી. બધા પેટ પુરતું તો કમાઈ જ લે છે.” કદાચ એ માણસ ને રીક્ષા નું ભાડું તો ઈશ્વરે નથી આપ્યું પણ હા એને ૨ ટંક નું ભોજન આપતો જ હશે. અને કદાચ એના ઘર માં એના સેઠ ના ઘર કરતા કજિયા-કંકાશ ઓછા હશે. ઈશ્વર આપદા હાથ માંથી કશુક લે તો કશુક આપતો જ હોય છે.
પણ છેલ્લે એ માણસ મને શીખવાડી ગયો કે આપડે થોડી અગવડ પડે પણ કોઈ જરૂરિયાત વાળા ને મદદ કરવી જોઈએ.
Advertisements

2 thoughts on “અજાણ્યો મુસાફર

  1. અનુરાગભાઈ અતિ ઉત્તમ કાર્ય આપે કર્યુ છે, લગે રહો…. ઉપરવાળો તમને જરુર આશિષ આપશે જ.
    એક વાત ગાંઠે બાંધી લો, કે દરેકે દરેક માનુષ્ય એ પરમેશ્વરનુ સંતાન છે અને તમે પરમેશ્વરના સંતાનોને કંઈક પણ, કોઈ પણ રીતે મદદ રુપ થશો તો તમે પરમેશ્વરને જ તમારા કરજદાર બનાવી દેશે, અને સમય આવ્યે પરમેશ્વર પોતાનુ કરજ તમને ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% વ્યાજ સાથે કોઈ ને કોઈ મારફતે તમને ચુકવી દેશે એટલે દરેકે દરેક અજાણ્યાની મદદ કરો, ગરીબ, કંગાલો, ભીખારીની, ક્ષુદ્રોની, અને જરુરતમંદોની અચુક મદદ કરજો, કેમ કે બાઈબલમાં પ્રભુ યીશુ કહે છે કે “જે કોઈ ભુખ્યા-નંગા-ગરીબની સુધી લે છે એ મારી સુધી લે છે” એટલે હુ તમને કહુ છુ કે આવો મોકો કદી ન છોડતા, પ્રભુ તમારા આત્મામાં આશિષ મુકી રહ્યા છે એને વધવા દો અને પરમેશ્વરને ધન્યવાદ કરતા રહો, અને પછી જુઓ થોડા વરસોમાં તમે લોકો ની નજરમાં વહાલા થઈ જશો…………………………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s