સુઝાન અને માર્ક

બસ માં બધા મુસાફરો એક મહિલા મુસાફર સામે સહાનુભુતિ થી જોઈ રહ્યા જયારે એ હાથ માં અંધજન રાખે એવી સફેદ લાકડી લઇ ને આવી. સુઝાન એક સુંદર અને આકર્ષક  મહિલા હતી. એક ઓપરેશન માં થયેલી ભૂલ થી એની દ્રષ્ટિ જતી રહી હતી. અચાનક આવેલા આ અંધાપા ને લીધે એનું જીવન એકાએક અંધકારમય થઇ ગયું હતું. એક સમયે સ્વનિર્ભર સુઝાન અચાનક જ શક્તિ વિહીન થઇ ગયી હતી. એ હમેશા એના નશીબ ને દોષ આપ્યા કરતી ને દુખી થતી, રડતી.

એ ગમે તેટલું રડતી પણ એના જીવન માં જે બની ગયું હતું એ બદલાઈ શકવાનું ના હતું. એક સમયે ખુબ જ આશાવાદી સુઝાનના જીવન માં નિરાશા છવાઈ ગયી હતી.

એના જીવન માં કશું હતું તો બસ એનો પતિ માર્ક. માર્ક એરફોર્સ માં ઓફિસર હતો ને એના પુરા દિલ થી સુઝાન ને ચાહતો હતો. જયારે સુઝાને દ્રષ્ટિ ગુમાવી ત્યારે તે એને નિરાશા માં ઢળતા જોઈ રહ્યો હતો. પણ એ દ્રઢ નિશ્ચયી હતો કે ગમે તે રીતે એ સુઝાન ને ફરીથી આશાવાદી બનાવશે.

થોડા સમય પછી સુઝાને એની નોકરી માં પાછું જોડાવાનું વિચાર્યું. એ નોકરી કરવા કરતા એ નોકરી ના સ્થળે જાતે પહોચવું એ સુઝાન માટે ઘણું મહેનત માંગી લે એવું કામ હતું.

આના માટે માર્કે સુઝાન ની મદદે આવવું પડ્યું. પહેલા તો માર્ક સુઝાન ને એની નોકરી ના સ્થળે મુકવા જાતે કાર માં જતો. માર્ક ની ઓફીસ સહેર ના બીજા ભાગ માં હતી છતાં એ આ રીતે જતો હતો. આ કામ થોડું કંટાળો આપે એવું હતું, એથી વિશેષ આ રીતે સુઝાન ના વ્યક્તિત્વ માં કોઈ ફેર નતો આવ્યો.

ઘણા વિચાર પછી માર્ક એ નક્કી કર્યું કે ગમે તે રીતે સુઝાન ને આત્મનિર્ભર કરવી જરૂરી છે. એના માટેનું પહેલું પગલું એ છે કે સુઝાન જાતે જ બસ પકડી ને બસ માં જાય.

આ વિચાર ને અમલ માં મુક્યા બાદ પહેલા જયારે એણે સુઝાન ને કહ્યું ત્યારે સુઝાને કહ્યું કે “જાણે તમે મારા થી છૂટવા માંગો છો કે મારી જોડે આવવા માં તમને કંટાળો આવે છે.”  આ શબ્દો સાંભળી ને માર્ક નું દિલ તૂટી ગયું પણ એને ખબર હતી કે આ સુઝાન ની ભલાઈ માટે જ છે. માર્ક એ સુઝાન ને ભરોસો આપ્યો કે જ્યાં સુધી એને બસ માં એકલા આવતા ફાવી નહિ જાય ત્યાં સુધી એ એની જોડે જોડે આવશે. આ સાંભળી ને સુઝાન ને થોડી હિંમત આવી.

બીજા દિવસ થી એ લોકો નક્કી કાર્ય મુજબ બસ માં જતા ને સુઝાન ને ઓફીસ માં મૂકી ને માર્ક એની ઓફીસ જતો. આ કામ કાર માં સુઝાન ને મુકવા જવા કરતા ઘણું જ વધારે કંટાળો અપાવે કે થાક અપાવે એવું હતું. પણ માર્ક હિંમત હાર્યા વગર રોજ એની જોડે જતો.

આખરે એક દિવસ સુઝાને હિંમત પૂર્વક કહ્યું કે જાતે જવા તૈયાર છે. જયારે એ જવા માટે તૈયાર થઇ ત્યારે એણે આટલી હિંમત આપવા બદલ, મુશ્કેલી માં એનો સાથ આપવા માટે, ધીરજ પૂર્વક એની મદદ કરવા બદલ, એને આટલો પ્રેમ કરવા બદલ માર્ક નો આભાર માન્યો ને એણે ગળે મળી.

સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, સુક્રવાર એમ દિવસો પસાર થવા લાગ્યા. એક સુક્રવાર ની સાંજે જયારે સુઝાન બસ માંથી ઉતરી રહી હતી ત્યારે ડ્રાઈવરે કીધું કે “મને તારી બહુ જ ઈર્ષા થાય છે.”    સુઝાન ને લાગ્યું કદાચ આ બીજા કોઈ માટે બોલી રહ્યા છે. કેમ કે એક અંધ માણસ થી કોને ઈર્ષા આવે ? છતાં એણે ડ્રાઈવર ને પૂછ્યું “શું તમે મને આ કહી રહ્યા છો ? તમને મારી ઈર્ષા આવે છે? ” ડ્રાઇવર એ કહ્યું “હા, આ ઘણું જ સારું ને આનંદદાયક લાગતું હશે કે કોઈ હમેશા તમારી સંભાળ રાખે ને હમેશા તમારી આગળ-પાછળ જ હોય તમને જોવા. તમારો ખયાલ રાખવા.” સુઝાન ને આ વાત સમાજ ના પડી. એણે ડ્રાઈવર ને એના વિષે પૂછ્યું.

ડ્રાઇવર એ કહ્યું, રોજ સવારે એક ખુબ જ સુદર સજ્જન માણસ અહી બસ સ્ટેન્ડ ના ખૂણા માં લશ્કરી પોષક માં ઉભો હોય છે, જે એ વાત નું ધ્યાન રાખે છે કે તમે બસ માંથી બરાબર ઉતરો છો કે નહિ, તમે રસ્તો બરાબર ઓળંગી ને તમારી ઓફીસ માં જાવ છો કે નહિ ? તમારા ઓફીસ માં ગયા પછી એ તમારી તરફ પ્રેમ ભર્યું સ્મિત કરી ને ચુંબન મોકલે છે. તમને સલામ કરે છે ને એના રસ્તે ફરી જાય છે. તમે ખુબ જ નશીબદાર છો.

જોકે સુઝાન માર્ક ને હવે જોઈ શકતી ના હતી, પણ એની હાજરી નો એણે હમેશા અનુભવ થતો હતો.

સુઝાન ખરેખર નશીબદાર હતી, કેમ કે માર્કે એણે આ અંધાપા પછી જીવવાનું સામર્થ્ય આપ્યું, જીવન જીવવા ની રાહ આપી ને આત્મનિર્ભર કરી. અને આ બધા થી ઉપર એણે સુઝાન ને ધીરજ પૂર્વક ઘણો જ પ્રેમ કર્યો. એની મુશ્કેલી માં એની સાથે રહ્યો.

કદાચ આને જ નિસ્વાર્થ પ્રેમ કહે છે.

Advertisements

One thought on “સુઝાન અને માર્ક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s