ભારત મહાન દેશ છે ને રહેશે. પણ આજે આપડે ક્યાં છીએ?

ભારત મહાન દેશ છે ને રહેશે. ભારત માં જ્ઞાની ઋષિ-મુની, ગણિતશાસ્ત્રી,વિજ્ઞાની,તત્વજ્ઞાની જનમ્ય હતા. પણ આજે આપડે ક્યાં છીએ?

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
કોઈ ની લાગણી દુભાવાનો પ્રયાસ નથી પણ આપડે શું હતા એ ભૂતકાળ ને ભૂલી ને આપડે શું છીએ એ બતાવાનો નાનકડો પ્રયાસ છે.

Advertisements

One thought on “ભારત મહાન દેશ છે ને રહેશે. પણ આજે આપડે ક્યાં છીએ?

  1. વાહ અનુંરાગભાઈ વાહ, વાહ,
    શું સુંદર અને સત્ય વાત કહી છે.
    લસણ- ડુંગળી -બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
    આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ના લાગે આદેશમાં.
    છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં બેન્કોની દુર્દશા થઈ છે.
    આપે કાવ્ય દ્વારા સુંદર સમન્વય સાધી રજૂઆત કરી છે.
    ધન્યવાદ…. અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s