આજે એક અકસ્માત થયો.

આજે હું એક ચાર રસ્તા આગળ ઉભો હતો. મારી ડાબી તરફ ની લાઈન ચાલુ હતી. એટલા માં મારી જમણી બાજુમાં એકદમ બાજુ માં જ આવી ને એક છોકરી ઉભી રહી. દેખાવ માં કેવી હતી એતો એ સમયે ખબર પડતી ના હતી, કેમ કે એ પેલું ઝાંસી ની રાની વળી બુકાની બાંધી ને ઉભી હતી. :). એની બોડી લેન્ગવેજ પર થી એવું લાગ્યું કે એને ઉતાવળ હશે. પણ અસલ માં એને ઉભું નતું રહેવું. હું તો રોજ ની જેમ LG BL40  કાન માં ભરાવી ને મારા ગીત માં જ મશગુલ હતો. મને ટેવ છે કે હું રસ્તા પર પણ કોઈ ની શરમ રાખ્યા વગર જોર થી ગીત ગાઉ. એને એવું લાગ્યું કે આ નાલાયક એને લાઈન મારી રહ્યો છે. મારા એવા ખરાબ નશીબ તો નથી કે ગમે તેવી થી ચલાવવું પડે.  મારી સામે એવી આંખો કાઢી ને જોતી કે જાને હમણાં કુતરી ની જેમ બચકું ભરી લેશે. મેં કીધું હશે જવાદો ને. હું તો મારી ધૂન માં જ હતો. એટલા માં કોણ જાને શું થયું એકદમ થી જ પેલી છોકરી ની જમણી બાજુ એક જીપડો ( જીપ વાળા બેફામ ચલાવતા લોકો ને હું જીપડા કહું ) આવ્યો. એને કોણ જાને શું કટ મારી ને પેલી હિરોઈન એકમ થી મારી બાજુ પડી. એકદમ થી એનો હાથ મને અડક્યો ને હું કંઈ સમજુ વિચારું એ પહેલા તો એ મારા પર પડી એના બધા ડપચા લઇ ને.  પેલી એકદમ મારા પર પડી તો હું બી એની જોડે રોડ પર પડ્યો. એક તો બાઈક મારા પર પડ્યું. એના માથે પેલી બેઠીતી ને એની ઉપર એનું એકટીવા. આજુ બાજુ ના લોકો એ મને તો ઉભો કર્યો. મેં તો ઉભા થઇ ને પહેલા મારું જીન્સ જોયું. કંઈ ફાટ્યું તો નથી ને. પછી તરત જ સેલફોન  કાઢી ને જોયો. બધું સહી સલામત હતું. પછી પેલી ને કીધું કે જરા સંભાળો ને આમ કેમના મારી પર પડ્યા? તો સોરી કહેવાને બદલે કહે, મને કોઈ શોખ નથી થતો તારા પર પડવાનો. મેં કીધું આ બાજુ ઉભી રહે હું તારી પર આમ પડું પછી તું મને કેટલી ગાળો આપીશ. નાલાયક જાણી જોઇને પડ્યો હશે. આ છોકરાઓના દિમાગ માં તો આવું જ ચાલ્યા કરે. આ છોકરાઓ તો આવા જ હોય. પેલી કશું બોલ્યા વગર સોરી બોલી ને જતી રહી.

પણ મને આખા રસ્તે આ વિચાર આવ્યો. મારી વાત બિલકુલ સાચી હતી. કોઈ બી જગ્યા એ ભૂલ માં કોઈ પુરુસ થી કોઈ સ્ત્રી ( મહિલા / છોકરી ) ને અડી જવાય તો પણ પેલી જોર જોર થી બુમાબુમ કરી મુકે. એમના બચાવ માટે વુમન સેલ હોય. એમના બચાવ માટે વિશેષ કાયદા પણ છે. પણ જો આજ વસ્તુ કોઈ સ્ત્રી કોઈ પુરુસ ને કરે તો એ બચારો તો કશું બોલી જ ના શકે.

હશે જે હોય એ. આજ પછી એ ક્યારેય ભૂલ થી પણ કોઈ ને અથડાઈ જશે કે અડી જશે તો સોરી તો બોલશે જ.  ને એની શાન પણ ઠેકાણે આવી જ હશે એવું હું માનું છું.

આ પોસ્ટ સ્ત્રીઓ ને નીચી બતાવવા માટે નથી લખી, પણ, આ વાંચી ને એક પુરુસ ને થયેલા અનુભવ થી ઉદભવેલા વિચારો છે. સ્ત્રીઓ ને તો હું પુષ્કળ માં આપું છું.એમના માટે મારા દિલ માં ખુબ સમ્માન છે.

Advertisements

2 thoughts on “આજે એક અકસ્માત થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s