ટીઆ ને કોકુ વગર !

ટીઆ ને કોકુ એના દાદા ના ઘેર ગયા ને ૨ દિવસ થયા ને હું તો જાણે કે એકલો પડી ગયો ઘેર. થોડી વાર બધું સારું લાગે પણ છેલ્લે તો એમ જ થાય કે હું એકલો.
આ સમયે કે વાર્તા યાદ આવે છે.

એક નાનું બાળક એના માતા-પિતા સાથે મેલા માં ગયું હતું. એ મેલા માં પહોચતા જ ચારે બાજુ ભીડ, ફુગ્ગા, રમકડા, ચકડોળ, મીઠાઈ વગેરે જોઈ ને એમનો દીવાનો થઇ ગયો હતો. એને મન એક જ વિચાર આવતો કે આ બધું મને ક્યારે મારા માં-બાપ અપાવશે ?

એને એના પિતા જોડે એ બધું બાળ સહજ વૃતિ થી માંગ્યું. એના પિતા એ કીધું હા લઈશું હમણાં. પણ એને તો એ બધું તરત જ જોઈતું હતું.

અચાનક જ મેલા માં ભીડ ઉમટી પડી ને એ નાનું બાળક એના માતા-પિતા થી છુટું પડી ગયું. એક બીજા દંપતી ને એ એકલું મળ્યું. એમને એને રડતો જોઇને એને એના માં-બાપ વિષે પૂછ્યું ને એને ઊંચકી ને એની જોડે એના માં-બાપ ને શોધવા લાગ્યા.

એ બાળક તો રડવાનું બંધ જ નતુ કરતુ. એ જોઈને એ દંપતી એ એને ફુગ્ગા, રમકડા, ચકડોળ, મીઠાઈ વગેરે બધી ચીજ ની લાલચ આપી. પણ એ બાળક ના મન માં તો હવે બસ એના માં-બાપ ને મળવાનું જ હતું.

થોડી મહેનત પછી એને એના માં-બાપ મળી ગયા. પેલા દંપતી પણ ખુસ થઇ ગયા કે બાળક માં-બાપ ને મળી ગયું.

આ એજ બાળક હતું ને એજ મેળો હતો  ને એજ ફુગ્ગા, રમકડા, ચકડોળ, મીઠાઈ હતા…
જયારે એની જોડે માં-બાપ હતા તો એને ફુગ્ગા, રમકડા, ચકડોળ, મીઠાઈ જોઈતી હતી. પણ જયારે માં-બાપ ( એના વહાલાઓ ) એની જોડે ના હતા, આ દુનયવી વસ્તુ ઓ એના મારે નકામી હતી.

બોધપાઠ:
ટીવી, કોમ્પ્યુટર, મ્યુઝીક, સ્માર્ટફોન,પેપર,ઇન્ટરનેટ બધું જ મને ગમે. પણ જો ટીઆ કોકુ ના હોય તો એ બધું જ જાણે કરડવા દોડે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s