- આજે કાર ના કાંચ સાફ કરવાનો કંટાળો આવ્યો અને એના પ્રતાપે થાકી જવાય એવી મુસાફરી મારે, ટીઆ અને કોકું ને કરવી પડી
- આજે એક વાત યાદ આવી મારા સાહેબ ની..
- “બરાબર ભણજો નહિ તો લગન પછી બૈરી કહેશે ને કે બાજુવાળા ભાઈ એમની પત્ની માટે કેવી મોંઘી લીપસ્ટીક લાવ્યા છે. તમે તો મને સસ્તા માની લાવી આપી છે. એ સમયે તમને જે શરમ લાગશે એનો કોઈ ઈલાજ નહિ હોય.” — મારી સાથે નથી થયું પણ આવું થતું જોયું તો ખરાબ લાગ્યું.
- ૧-૨ દિવસ પહેલા અમિત અને નીરવ મળ્યા. અમે જયારે MCA માં હતા ત્યારે પરીક્ષા પહેલા ના દિવસો માં અમિત ને મારા કરતા મારી વધારે ચિંતા થતી
. મારા માં/ બાપ / મોટા ભાઈ ની જેમ એ મારી ચિંતા કર્યા કરે. મેં વાંચ્યું કે નહિ, શું વાંચ્યું, મને આવડે છે કે નહિ. અને હું મસ્ત મજા માં જ ફરતો હોઉં. ( હું મારી રીતે તૈયારી કરી લેતો એટલે મને ચિંતા ના હોય અને એકદમ સારા માર્ક્સ સાથે પાસસ થતો ). હવે બીજા જુના મિત્રો ને શોધી શોધી ને મળવાનું છે ( ફેસબુક નો આભાર કે એ આખા ગામમાંથી બધા જ નાલાયક દોસ્તો ને શોધી આપે ને કહે People You May Know ) - એક લીસ્ટ તૈયાર થઇ રહ્યું છે કે ૨૦૧૨ માં શું કરવું ને શું ના કરવું ( જોઈએ હવે INDIA TV વાળા કહેતા’તા એ પ્રલય આવે છે કે નહિ.).
- હવે નક્કી કર્યું છે કે ટીઆ સાથે બેસી ને મહીને દિવસે ૨-૩ મુવીસ જોવા ઘેર. એના માટે જંગી ખર્ચ કરીને નવું DVD PLAYER લેવામાં આવ્યું છે. જુનું પ્લયેર છે એમાં જરા ડખા થયા છે . PHILIPS વાળા એ ઠીક કરી આપે એટલા માં તો LG વાળા એ નવું આપી દીધું (કોઈ ના ૩-૪ મહિના માં પગાર જેટલા પૈહા આપી ને 1૨-૧૫ વર્ષ પહેલા CD PLAYER લાવવામાં આવ્યું હતું. આપડે થોડા જીદ્દી એટલે પપ્પા લઇ આપે :P. પણ હવે એ આઉટડેટેડ થઇ ગયું છે. ).
- હવે PHILIPS માં રેડીઓ મિર્ચી વાગે અને LG માં DVD વાગશે / જોવાશે.
05-01-2012
Posted by Anurag on January 6, 2012
http://anuragrathod.wordpress.com/2012/01/06/05-01-2012/
Previous Post
Happy New Year
Happy New Year
Rishi Mehta
/ January 6, 2012Have Hyaderaabd aavanu 2012 na plan ma chhe ke nahi ?
parimalcrimal
/ January 6, 2012wah anubhai su vat 6…congrats for new DVD player
Kartik
/ January 10, 2012હું પણ સારું DVD પ્લેયર લેવાની તૈયારી કરુ છું, પણ ક્યારનુંય પેન્ડિંગ છે. તમે કઈ કંપનીનું લીધું છે? ખાલી પ્લેયર કે હોમ-થિએટર. કોઈ ટીપ્સ-ટ્રીક્સ, સૂચનો?
Anurag
/ January 10, 2012આ પ્લેયર તો માત્ર ટીઆ & કોકુ ને કોકુની DVD જોવા જ લીધું છે. PHILIPS નુ ઘણું મોટું PLAYER છે એમાં હોમ થીયેટર છે જ. એટલે માત્ર DVD PLAYER જ લીધું છે અને AUX માં હોમ થીયેટર વાપરીએ છીએ. મારું પ્લેયર LG નુ છે. મોડલ તો ખબર નહિ જોવું પડશે.
Anurag
/ January 10, 2012૨ પ્રકાર ના પ્લેયર આવે છે. AUDIO & AUDIO / VIDEO. માત્ર AUDIO વાળા માં ના ફસયી જતા ( એ લોકો કહેશે પણ નહિ કે આમાં બસ ગીત જ વાગે) .
LG / PHILIPS / SONY એ બધા ના સારા. PHILIPS / SONY ના હોમ થીયેટર સારા.
૪-૫ K માં સારા પ્લેયર મળશે.
હોમ થીયેટર તો ૮-૨૦ K સુધી સારા મળશે (એના થી મોંઘા તો આપડે શું કરીએ લઇને ) .
હોમ થીયેટરમાં ૫.૧ હોય એનું ધ્યાન રાખશો.
DOLBY / BASS / TRIBLE અને એવા ઘણા ઓપ્સન હોય એ જોઈ લેવું. નહિ તો ઘેર આવી ને બોદુવાગશે ને તમે માથું પછાડશો.
DIVX હોવું જોઈએ. PENDRIVE / MEMORY CARD ના ઓપ્સન હોય તો સારું.
WMV / FLV ફાઈલ્સ સપોર્ટ કરે તો ઘણું સારું.
Kartik
/ January 10, 2012Thanks for super tips! Once upon a time I was evid music listener with full volume – but iPod spoiled me with earphone..
Anurag
/ January 10, 2012I was also an evid listener with full volume ( it used to be my music system/computer/chocolate/iPad/car).
But now just on Last 31 we did small family party (we are total 8 person in my family) and we (me, koku and pearl-my niece) danced with good loud music at my home compound.
First time in my life i saw my dad very happy with my loud music