- આજે કાર ના કાંચ સાફ કરવાનો કંટાળો આવ્યો અને એના પ્રતાપે થાકી જવાય એવી મુસાફરી મારે, ટીઆ અને કોકું ને કરવી પડી
- આજે એક વાત યાદ આવી મારા સાહેબ ની..
- “બરાબર ભણજો નહિ તો લગન પછી બૈરી કહેશે ને કે બાજુવાળા ભાઈ એમની પત્ની માટે કેવી મોંઘી લીપસ્ટીક લાવ્યા છે. તમે તો મને સસ્તા માની લાવી આપી છે. એ સમયે તમને જે શરમ લાગશે એનો કોઈ ઈલાજ નહિ હોય.” — મારી સાથે નથી થયું પણ આવું થતું જોયું તો ખરાબ લાગ્યું.
- ૧-૨ દિવસ પહેલા અમિત અને નીરવ મળ્યા. અમે જયારે MCA માં હતા ત્યારે પરીક્ષા પહેલા ના દિવસો માં અમિત ને મારા કરતા મારી વધારે ચિંતા થતી
. મારા માં/ બાપ / મોટા ભાઈ ની જેમ એ મારી ચિંતા કર્યા કરે. મેં વાંચ્યું કે નહિ, શું વાંચ્યું, મને આવડે છે કે નહિ. અને હું મસ્ત મજા માં જ ફરતો હોઉં. ( હું મારી રીતે તૈયારી કરી લેતો એટલે મને ચિંતા ના હોય અને એકદમ સારા માર્ક્સ સાથે પાસસ થતો ). હવે બીજા જુના મિત્રો ને શોધી શોધી ને મળવાનું છે ( ફેસબુક નો આભાર કે એ આખા ગામમાંથી બધા જ નાલાયક દોસ્તો ને શોધી આપે ને કહે People You May Know ) - એક લીસ્ટ તૈયાર થઇ રહ્યું છે કે ૨૦૧૨ માં શું કરવું ને શું ના કરવું ( જોઈએ હવે INDIA TV વાળા કહેતા’તા એ પ્રલય આવે છે કે નહિ.).
- હવે નક્કી કર્યું છે કે ટીઆ સાથે બેસી ને મહીને દિવસે ૨-૩ મુવીસ જોવા ઘેર. એના માટે જંગી ખર્ચ કરીને નવું DVD PLAYER લેવામાં આવ્યું છે. જુનું પ્લયેર છે એમાં જરા ડખા થયા છે . PHILIPS વાળા એ ઠીક કરી આપે એટલા માં તો LG વાળા એ નવું આપી દીધું (કોઈ ના ૩-૪ મહિના માં પગાર જેટલા પૈહા આપી ને 1૨-૧૫ વર્ષ પહેલા CD PLAYER લાવવામાં આવ્યું હતું. આપડે થોડા જીદ્દી એટલે પપ્પા લઇ આપે :P. પણ હવે એ આઉટડેટેડ થઇ ગયું છે. ).
- હવે PHILIPS માં રેડીઓ મિર્ચી વાગે અને LG માં DVD વાગશે / જોવાશે.
Comments

Have Hyaderaabd aavanu 2012 na plan ma chhe ke nahi ?
wah anubhai su vat 6…congrats for new DVD player
હું પણ સારું DVD પ્લેયર લેવાની તૈયારી કરુ છું, પણ ક્યારનુંય પેન્ડિંગ છે. તમે કઈ કંપનીનું લીધું છે? ખાલી પ્લેયર કે હોમ-થિએટર. કોઈ ટીપ્સ-ટ્રીક્સ, સૂચનો?
આ પ્લેયર તો માત્ર ટીઆ & કોકુ ને કોકુની DVD જોવા જ લીધું છે. PHILIPS નુ ઘણું મોટું PLAYER છે એમાં હોમ થીયેટર છે જ. એટલે માત્ર DVD PLAYER જ લીધું છે અને AUX માં હોમ થીયેટર વાપરીએ છીએ. મારું પ્લેયર LG નુ છે. મોડલ તો ખબર નહિ જોવું પડશે.
૨ પ્રકાર ના પ્લેયર આવે છે. AUDIO & AUDIO / VIDEO. માત્ર AUDIO વાળા માં ના ફસયી જતા ( એ લોકો કહેશે પણ નહિ કે આમાં બસ ગીત જ વાગે) .
LG / PHILIPS / SONY એ બધા ના સારા. PHILIPS / SONY ના હોમ થીયેટર સારા.
૪-૫ K માં સારા પ્લેયર મળશે.
હોમ થીયેટર તો ૮-૨૦ K સુધી સારા મળશે (એના થી મોંઘા તો આપડે શું કરીએ લઇને ) .
હોમ થીયેટરમાં ૫.૧ હોય એનું ધ્યાન રાખશો.
DOLBY / BASS / TRIBLE અને એવા ઘણા ઓપ્સન હોય એ જોઈ લેવું. નહિ તો ઘેર આવી ને બોદુવાગશે ને તમે માથું પછાડશો.
DIVX હોવું જોઈએ. PENDRIVE / MEMORY CARD ના ઓપ્સન હોય તો સારું.
WMV / FLV ફાઈલ્સ સપોર્ટ કરે તો ઘણું સારું.
Thanks for super tips! Once upon a time I was evid music listener with full volume – but iPod spoiled me with earphone..
I was also an evid listener with full volume ( it used to be my music system/computer/chocolate/iPad/car).
But now just on Last 31 we did small family party (we are total 8 person in my family) and we (me, koku and pearl-my niece) danced with good loud music at my home compound.
First time in my life i saw my dad very happy with my loud music
[...] લાગે છે કે સરખી રીત ન ભણ્યા હોવ તો લિપસ્ટિકનો પ્રોબ્લેમ થાય. સરખું ભણ્યા હોય તોય લાઈફ પાર્ટનર [...]